અમથું અમથું લખીએ ચાલો,
શબ્દો ભાગ્યા પકડો-ઝાલો!
શબ્દો ભાગ્યા પકડો-ઝાલો!
કેટકેટલા સંબંધો છે!
સંબંધો કે નરી બબાલો?
જવાબમાં દેવા છે જો તો,
સૌને નર્યા ખેલ-સવાલો!
સૌને નર્યા ખેલ-સવાલો!
મને ઘણી છે મારી પીડા,
તમે તમારી રાવ સંભાલો!
તમે તમારી રાવ સંભાલો!
અટકે ત્યારે જોરથી અટકે,
જીવન કેવું દિવસો-સાલો!
ઋષિમુનિ ભટકી ગ્યા જેવા
ધરમ થઈ ગયો ધંધો સાલો!
હવે તો મળશે રાહત સાચી
મળી કબર લ્યો પોઢું ચાલો
- સંજય વિ. શાહ ‘શર્મિલ‘

