Love People to Anna Hazare

-સન્ડે રણકાર – સંજય વિ. શાહ

Published in Mumbai Samachar, Asia’s oldest newspaper

આ સારું થયું કે અણ્ણા હઝારે મેદાનમાં ઊતર્યા. લોકોને ઇન્ડાયરેક્ટ ગુલામીનો અર્થ તો ખબર પડ્યો. ચાંદીની તાસકમાં જેમને આઝાદી મળી છે એવી જનરેશનના આપણે સૌ પ્રતિનિધિ. આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી ખરા, પણ આપણે ખાતાપીતા તો ઇંગ્લિશ મેન્ટાલિટી જ. એટલે જ તો, એ લોકો આપણી આમલી, તુલસી અને હળદરની ધનાધન પેટન્ટ લે છે, અને આપણે પિઝા, મટિરિયાલિઝમ અને મોલ્સમાં મહાલી રહ્યા છીએ.

સરસ શેર છે, ‘દર્દ હોતા રહા છટપટાતે રહેં, આઇને સે સદા ચોટ ખાતે રહેં, વો વતન બેચકર મુસ્કરાતે રહેં, હમ વતન કે લિયે સર કટાતે રહેં.’ આમાંની બીજી લાઇન એટલે વર્લ્ડના પંચાણું ટકા લોકોની લાઇફ. આમાંની ચોથી લાઇન એટલે નવ્વાણું ટકા ઇન્ડિયન્સે જે નિભાવવાની જરૂર છે એ ફરજ. બાકીના એક ટકા પોલિટિશિયન્સ છે.

સહેલાઇથી મળેલી સગવડ છે આઝાદી. તડકો, હવા, પાણી, શ્વાસ અને આઝાદી. પણ એટલું યાદ રહે કે આઝાદીનું આવું અવમૂલ્યન થતું રહેશે તો આજે જેમ મોલ્સ બને છે તેમ કાલે ઘરડાઘર અને રિહેબ સેન્ટર્સ બનશે. નકશા પર દેશ દેશ જ રહેશે, પણ એની આબરૂનાં નાણાં વિદેશીઓ કેશ કરીને આપણું મોં કાળુંમેશ કરી જશે. ચાલો, જલદી જલદી સુધરી જાઓ. ઝંડા ઊંચા રહે હમારા ગાઇને ભલું નથી થવાનું. પહેલાં સંસ્કાર ઊંચા રાખીએ, સિદ્ધાંતને વળગી રહીએ અને પછી ગીતો ગાઇએ, ‘સારે જહાં સે અચ્છા…’

VN:F [1.9.10_1130]
Rating: 10.0/10 (1 vote cast)
VN:F [1.9.10_1130]
Rating: +2 (from 2 votes)
આઇને સે સદા ચોટ ખાતે રહેં..., 10.0 out of 10 based on 1 rating
Related Posts with Thumbnailspixelstats trackingpixel