આવ રે વરસાદ...

આવ રે વરસાદ હવે તો આવ રે વરસાદ
આકાશે ઓઢી લીધાં છે ઢગલો વાદળ આજ
વીજળીએ સંભળાવી દીધાં કેટકેટલાં સાજ
આવ રે વરસાદ હવે તો…

Aav Re varsad

વાત રૂપાળી વાટ અજાણી વળી અનોખું ગામ
એક છોકરી અલ્લડ અણઘડ જાદુ એનું કામ
અમથું અમથું જોઈને દીધો જનમ જનમનો સાદ
આવ રે વરસાદ હવે તો…

મારી આંખને તારી વાતની મીઠી નજરું લાગી
રોમરોમથી ધસમસતી જો રૂપની નદીઓ ભાગી
દિલના દરિયે પણ જાગ્યો છે પ્રેમનો કેવો નાદ
આવ રે વરસાદ હવે તો…

ડગલું ડગ ચૂક્યું છે આજે મતવાલું મન થાતું
હું જાતો કે મારી પાછળ છાનું કંઈ રહી જાતું
પૂછી પૂછી થાક્યો છું બસ, ચૂપ થા અંતરનાદ
આવ રે વરસાદ હવે તો…

તારી પાયલ, તારી વાણી મારામાં મોહરાય
હસતી હસતી, રમતી રમતી કેવી કહેતી જાય
કહેતી કહેતી, આંખે ભરતી તારી ઝરમર યાદ
આવ રે વરસાદ હવે તો…
- સંજય વિ. શાહ ‘શર્મિલ’

(ગુજરાતી નાટક આવ રે વરસાદ માટે મેં લખેલું ગીત. આ નાટકનું નિર્માણ મારી નાટ્યસંસ્થા શ્રીનાથજી આર્ટ્સમાં થયેલું. મરાઠીના મહા નાટ્યલેખક વિજય તેંદુલકરના મૂળ નાટક અશી પાખરે યેતીનું ગુજરાતી સંસ્કરણ હતું આવ રે વરસાદ. આ ગીત પાર્થિવ ગોહિલે ગાયું છે અને સંગીતબદ્ધ કર્યું છે ઈકબાલ દરબારે)

YOU CAN LISTEN TO THIS BEAUTIFUL SONG AT:

http://tahuko.com/?p=8027

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel