રાતનું પહેલું ચરણ,
એટલે તારું સ્મરણ
આંખમાં ઉપસે છબિ,
ને પછી ઊંઘે હરણ
ગાદલે આળોટવું,
શોધવા તારું શરણ
ચાંદ મન તારું મનન,
એક ગમતીલું ગ્રહણ
જીવતરની નાવને,
પ્રેમનું મળ્યું તરણ
- સંજય વિ. શાહ ‘શર્મિલ’
Name required
Email required
Website
Click here to cancel reply.
Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin