(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત)
કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’
ઈટ્સ અ સ્ટૉરી ઑફ અ બૉય, જે વિષ્ણુ પોતે હોય
હી વૉઝ બૉર્ન ઈન દ્વાપર યુગ, ઈન અ જૅલ ઑફ જદુપુર
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… લાલા
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… કાના
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… શ્યામા
એનાં મૉમ દેવકી, ને ડૅડ વાસુદેવ
તોયે મોટા એ થયા, મા જશોદાના ઘેર
એના ફ્રૅન્ડ્સ ગોવાળિયા, આજુબાજુ ગૌમૈયા
એને બટર બહુ ભાવે, એ છાશ ગટગટાવે
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ…
હી વૉઝ વૅરી વૅરી ક્યુટ ઍન્ડ વૅરી વૅરી નૉટી
કરે ટૂ મચ ધમાલ ફોડે ગોપીઓની મટુકી
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… માધવ
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… મોહન
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… નટખટ
એ શંખ સાથે રાખે, એ ચક્ર પણ ઘુમાવે
એના માથે મોરપિચ્છ, એ ફ્લુટ બી વગાડે
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ…
વ્હૅન હી વૉઝ જસ્ટ ઈલેવન, હી કિલ્ડ કંસમામા
ધૅન મથુરાના લોકો, જીવ્યા બહુ મજામાં
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ…
કૄષ્ણ દ્વારિકા બનાવે, ગોવર્ધન ઉપાડે
યમુનાનાં નીરને, શામળિયો રમાડે
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… ગિરધર
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… ગોવિંદ
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… ગોપાલ
કૄષ્ણ સૌથી નોખા દેવ, એ બધાથી પરફૅક્ટ
સારાની સાથે બૅસ્ટ, ખોટાની સાથે બૅડ
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ…
સુદામાજીના દોસ્ત, ને સખા પાંચાલીના
રાધાના હૈયે વસતા, બ્રધર ઓધવજીના
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ…
કલ્યાણ કરતા એ તો, લીલા કરે બહુ જો
સંહારે અસુરોને, યોગેશ્વર નંદલાલ
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… કૄષ્ણં
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… શરણં
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… મંગલમ
ફીઅરફુલ અર્જુનને, દીધો ‘તો સમજાવી
સર્જાઈ ભગવદગીતા, પાંડવની ફરી બાજી
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ…
કૄષ્ણાને ભજી લો જી, ચિંતાને હટાવો જી
સુખી થાવા માટે ચાલો, સૌ ભજીએ શ્રીજી શ્રીજી
ઑહ યા! શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… રાધેશ્યામ
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… ઘનશ્યામ
શ્રીકૄષ્ણ શ્રીકૄષ્ણ… મેરે શ્યામ
_________

