હજી ઘણીયે પીડાઓ છે…

બોલ ખરા તું છે તો ક્યાં છે?

મને ખબર છે તને ખબર છે…

સમજણમાં પણ સમજણ ક્યાં છે?

રાત બધાએ રોજ વીતાવી

અજવાળાની ઈચ્છા ક્યાં છે?

એકમેકના પ્રશ્નો સૌએ

પૂછ્યા ને કોઈ ઉત્તર કયાં છે?

માણસ તો છે શરીર ખાલી

ખોલ કાઢ તો માણસ ક્યાં છે?

પૂછી પૂછી જો પોતાને હું

તને પૂછું છું શબ્દો ક્યાં છે?

આજ અમસ્તું મને થાય છે

તનેય થાય જે મને થાય છે?

બધું છે ખોટું બધું છે મોટું

નાનું અહીંયા કોણ થાય છે?

જીવે મરે કે જાય અવગતે

શર્મિલ પૂછવા કોણ જાય છે?

- સંજય વિ. શાહ ‘શર્મિલ’

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel