-કલ્પના જોશી
વિચારો અને કામ પણ એવી રીતે કરો જાણે
નિષ્ફળ જવું અશક્ય જ છે
- ચાર્લ્સ કેટરિંગ
હિટલરની ગણના ક્રૂર માણસમાં થાય છે. જગતને પોતાની દમનશક્તિથી તે વશમાં કરવાને મક્કમ હતો. એનો ઉદ્દેશ ખોટો હતો પણ પોતાના ઉદ્દેશમાં કાંઈ અશક્ય નથી એવું એ ધરાર માનતો હતો. એટલા એક માનવાથી એ કેટલું બધું કરી શક્યો. એણે આખી દુનિયાને ધ્રૂજાવી મૂકી. હું ધારું તે કરી શકું છું એવો ભાવ રાખવો અબૂધ માણસો માટે નકામો છે. વિચારશીલ, ખંતીલા અને આગળ વધવાની પ્રબળ ઈચ્છા ધરાવનારા માટે તે એક અમોઘ શસ્ત્ર છે. જેને નિષ્ફળ જવાનો ભય રહેતો નથી તેના હાથેથી સફળતા છટકી શકતી નથી. રામ જ્યારે સીતાને મુક્ત કરાવવા જાય ત્યારે કેવીક પરિસ્થિતિનો સામનો કરવો પડશે એવો વિચાર એમણે કર્યો જ નહોતો. કર્યો હોત તો યુદ્ધ લડતા પહેલાં પોતાના પરાજિત કરનારા વિચારો સામે લડતા લડતા જ તેઓ થાકી ગયા હોત. પંચમહાભૂતમાંથી મળેલી ચીજોથી જો માનવી આટલી પ્રગતિ કરી શકે છે તો એનાથી જ બનેલા આપણે કેમ ના કરી શકીએ. અશક્ય એક જ ચીજ છે અને એ છે નિષ્ફળતા, સમજી ગયા?


