Bharti Oza

-રીડિંગ રૂમ – સંજય વિ. શાહ

Published in Mumbai Samachar, Asia’s oldest newspaper

‘‘બાળપણથી મને પુસ્તકો વાંચવાનો સરસ છંદ મળ્યો. મારા પિતા ઘરે કાયમ અખંડ આનંદ, જનકલ્યાણ જેવા સુરુચિ અને સંસ્કારસર સામયિકો લાવે. ત્યારથી આજ સુધી વાચનનો મારો શોખ એક ધારો આગળ વધી રહ્યો છે. હવે હું લોખંડવાલામાં રહું છું અને અમારા વિસ્તારમાં ગુજરાતી પુસ્તકોની કોઈ લાઈબ્રેરી નથી. એટલે મને ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યનો સાગર ખેડવાની ટેવ પડી ગઈ છે. સાથે મનગમતાં પુસ્તકો તો હાથવગાં રાખું જ.’’

ગુજરાતી શિક્ષિકા ભારતીબહેન ઓઝાના આ છે શબ્દો. મની એક સિદ્ધિ એટલે બાળકોને ખીજાયા કે ફટકાર્યા વિના ભણાવવાની ટેક, ‘‘મને તો ખબર જ નથી ખીજાવું કે ફટકારવું કોને કહેવાય. મને બાળકોના ભોળપણનેય સુંદર પુસ્તકની જેમ વાચી એમાંથી પ્રેરણા મેળવવી ગમે.’’ આજકાલ તેઓ પ્રકાશ ગજ્જર લિખિત પ્રેરણાના પ્રકાશે પુસ્તક ફરીવાર વાંચી રહ્યાં છે. પુસ્તકની વાત કરતાં તેઓ કહે છે, ‘‘અત્યારે ઓગણીસમું પ્રકરણ ઉત્તમની આરાધના ચાલી રહ્યું છે. લેખકે તેતાલીસ પ્રકરણ અને બેસોપંચાવન પાનાંના આ પુસ્તકમાં જીવનને પ્રેરતાં, પોઝિટિવિટી દર્શાવતાં દષ્ટાંતોનો ખજાનો ભર્યો છે. તેથી જ આ પુસ્તક બીજીવાર વાચવાનીયે ખરેખર મજા પડી રહી છે.’’

આ સિવાય તેઓ શું વાચે છે? ‘‘મને એવાં પુસ્તકો ખૂબ ગમે જેનાથી મન પ્રસન્ન રહે, અને વર્ષા અડાલજાનાં ઘણાં પુસ્તકો મને ખૂબ સ્પર્શી ગયાં છે. વળી સ્રીશક્તિના અનોા નિરુપણની એમની લેખનકળાય મને અનોખી લાગે છે.’’ સ્વભાવે મૃદુ અને સારું જીવન જીવવામાં દઢપણે માનતાં ભારતીબહેન ઈન્ટરનેટ પરના વાચન વિશે ઉમેરે છે, ‘‘કઇ કેટલુંયે સાહિત્ય હવે ઓનલાઈન ઉપલબ્ધ થયું છે. તેના લીધે ગમે ત્યાં હોવા છતાં સારું વાચવાનો મોકો મળી જ રહે છે.’’ ચાલો, એમના વાચનશોખથી પ્રેરાઈને આપમેય કશુંક વાંચીએ જે લાઈફને સુધારી જાય.

Charotar Chaud Gaam Patel Community
Watch latest news of 14gaam like Wedding Ceremony, Engagement Ceremony, Mehndi Rashm, Baby Shower, Baby Born, Baby Name Ceremony, BalKrishana Utsav, Festivals like Janmsthmi, Uttarayan Diwali, Independence day, Republic day, Navratri, Ganesh Mahotsav, Bhajan, Garba etc
http://www.14gaam.com

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel