તારીખ મહિના દિવસો સાલ
જીવન રોજેરોજ બબાલ

લોહી બાળી કરવાં કામ

સ્પર્ધા સાલી ખેંચે ખાલ

સંબંધોનું નામ દઈને

સૌ કરતા સૌને બેહાલ

ઘડિયાળની ટિકટિક છે કે

વણઉત્તર છે સાંઠ સવાલ?

લખી લખીને મળવાનું શું?

ઘરડા થઈને શ્રીફળ-શાલ?

નથી હથેળી કિસ્મત એ તો

ઈશ્વરની છે ગેબી ચાલ

શર્મિલ સૌથી સાચું શું છે?

સાચાના બહુ ભૂંડા હાલ

- સંજય વિ. શાહ ‘શર્મિલ’

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel