નાનાં મોતી …
નાનાં મોતી ધરતી ગોતી નાનકડું ઘર બાંધે,
છોડ બનીને ધીરે ધીરે પાન-પાંદડાં સાંધે!
હેતનાં જળનાં સીંચનથી એ ફળે-ફૂલે ને વિકસે,
સૂર્યતેજસમ સંસ્કારોથી સહજીવન પણ શીખશે,
સાફ હવા સૂષ્ટિને દેશે દિવસે, રાતે, સાંજે,
છોડ બનીને ધીરે ધીરે પાન-પાંદડાં સાંધે!
એક દિવસ થઈ મોટાં દેશે શીતળ છાંય મજાની,
માયા સંગે હૂંફ મળે જો ચૂપકે છાની છાની,
હસતું-હરિયાળું જગ થાજો એ ઇચ્છા રાખી કાંધે
છોડ બનીને ધીરે ધીરે પાન-પાંદડાં સાંધે!
- સંજય વિ. શાહ ‘શર્મિલ’
(This poem is written for a Gujarati stage play of one of my dearest friends Vipul Chheda. The play will be performed on Saturday, January 2010 at Shishuvan School, Near Mysore Auditorium, Matunga (Central), Mumbai)


2 comments
Reading says:
Feb 4, 2010
Fine poem
g’shyam
egujarati says:
Feb 4, 2010
thank you ghanshyambhai…