પૈસાથી આવી જાય છે કેવી નિરાંત જો,

મૂરખનું માન પણ અહીં થાતું વિરાટ જો!

આ નોટની છે રોજની રમત બડું કપટ,

માણસની હાર-જીત ને કાગળની પાટ જો!

ખિસ્સું તો હમેશાં રહે છે ઠેરનું જ ઠેર,

માણસના છતાં માલથી બદલાય ઠાઠ જો!

લક્ષ્મી તો ચંચળા છે ચતુરાઈભરી છે,

જાશે તો તાણતી જશે એ રાજપાટ જો!

આદમ ને ઈવથી અહીં સુધીનું સત્ય જાણ,

પ્રેમ જ ખરી છે સંપત્તિ, સાચી મિરાત જો!

શર્મિલ આ ભરતી-ઓટને, નિર્લેપ થઈને જો,

માણીશ તો મળશે બધે ખુશીઓ અપાર જો!

- સંજય વિ. શાહ ‘શર્મિલ’

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel