અલવિદા પાવલી
ભૂંસાઈ ગયું ભલે આજે તારું અસ્તિત્વ
કદી નહી ભૂલશું તારું અદકેરું મહત્વ
ભલે તું કહેવાતી નાની અમથી પાવલી
તું હતી અમને હરદમ હરઘડી વહાલી
મૂલ્ય હતું તારું ભલે પૂરા આના ચાર
મૂલ્ય થતું રૂપિયો જ્યારે મળતી તમે ચાર
રોકડા સવા રૂપિયાનું કરાતું જ્યારે શુકન
જરૂર પડતી તારી ને હરખાતું તારું મન
કોઈ તને તુચ્છકાર રૂપે કહેતું ચવન્ની
પછી હોય ભલે તેમની આમદની અઠન્ની
જ્યારે કોઈમાં લાગતી બુધ્ધિની ખામી
એમ કહેવાતું કે એનામાં તારી છે કમી
સોંઘારતમાં તારા થકી ખરીદાતી ઘણી વસ્તુ
મોંઘારતમાં આજે કંઈ પણ ન મળે સસ્તું
તારી વિદાય સૂચવે કે નથી કાયમ કોઈની હસ્તી
કાળની ગર્તામાં વિલીન થઈ મટી જશે સહુની હસ્તી
—————————————
Poem Written by My Friend Amit Gudka
———————————————————-


