Money and Pocket

સન્ડે રણકાર – સંજય વિ. શાહ

Published in Mumbai Samachar, Asia’s oldest newspaper

આખીસું અને હૈયું, બેઉ શાને પાડોશી હશે? હૈયા પર આમેય પડતા ભાર ઓછા હશે એટલે? કે ભારે હૈયે ન જીવવું હોય તો ખીસું ભારેખમ થવું જ જોઇએ તેનું જ્ઞાન દેવા માટે? બે પંક્તિઓ, આ લખનારની જ, અહીં ટાંકવાની ઇચ્છા થાય છે, ‘પૈસાથી આવી જાય છે કેવી નિરાંત જો, મૂરખનું માન પણ અહીં થાતું વિરાટ જો.’

મોટું મન તો ઘણાને મળે પણ વાપરવા મની ન હોય તો મનની ઉદારતા કોને કળે? હૈયું અને ખીસું કદાચ એટલે જ નેબર્સ છે જેથી માણસને યાદ રહેઃ દિલની ઇચ્છા પૂરી કરવા દમડી વિના કાંઇ વળવાનું નથી.

વાપરતાં સૌને આવડી જાય છે, શીખવવાની જરૂર નથી પડતી. કમાતાં સૌ શીખવા છતાં ધાર્યું કમાતા નથી. એવું કેમ, કેમ, કેમ? કેમ કે ખીસાની જરૂર માણસ સમજે નહીં અને હૈયાની પીડા કોઇને સમજાવી શકે નહીં.

હમ્બગ ન બનીએ હવેથી. જગતના દાદા બન્યા રહેવા અમેરિકાનેય પૈસા ખપે છે. મંદિરમાં ઓચ્છવ કરવાય પૈસા ખપે છે અને પૈસાથી શું થાય છે એ દેખાડી દેવાનેય પૈસા તો જોઇએ જ છે. આપણા બાપદાદાઓ પૈસાનું મૂલ્ય સમજતા હતા. એટલે તો ગામની સુંવાળી લાઇફ છોડી મુંબઇમાં દોરી-લોટો લઇને આવી પડ્યા હતા. અને હા, ખીસું શબ્દ ઊંધો થાય તો સુખી બને. હવે સમજાયું વહાલા, ખીસું, હૈયું ને સુખી એટલે જ ટોટલ એન્ડ પરફેક્ટ કોમ્બિનેશન?

VN:F [1.9.10_1130]
Rating: 1.0/10 (1 vote cast)
VN:F [1.9.10_1130]
Rating: +1 (from 1 vote)
પૈસાથી આવે એ નિરાંત જોઇ કે?, 1.0 out of 10 based on 1 rating
Related Posts with Thumbnailspixelstats trackingpixel