કેટકેટલાં વરસોથી આ બૂરો તમાશો ચાલ્યો,

અવગત અઢળક તેમ છતાં હું દેવાને મત ચાલ્યો

બોલો લોકશાહીની જય, બોલો ઠોકશાહીની જય…

એકવાર પંજો પંપાળ્યો એણે તમાચો માર્યો,

પછી કમળને ઝાલ્યું એમાં કાદવમાં પછડાયો,

સંભાળી જ્યાં જાત વળી ત્યાં હાથીએ ઠમઠોર્યો,

ઘડિયાળની ટિકટિકે તો જીવ ખરેખર વ્હોર્યો,

મારી સત્તા, મારું ભારત, મારા ભ્રમનો માર્યો,

આતમને વેચી હું આંગળી કરીને કાળી આવ્યો,

બોલો લોકશાહીની જય…બોલો ઠોકશાહીની જય…

પછી એક સાઈકલવાળાએ લઈ લીધો હડફેટે,

ક્યાંકથી વળી દાતરડું લઈ આવીને કોઈ વેઢે,

અધમૂઓ થ્યો ત્યાં દેખાયાં ઓલાં ધનુષ-બાણ,

શંખ વગાડી ટોળું આવ્યું લુંટવા બાકી જાન,

એન્જિનવાળો પણ આવ્યો ને સીડી-પાંદડું લાવ્યો,

ભેગા થઈને બધાએ મારો લાભ મજાનો ખાટ્યો,

બોલો લોકશાહીની જય…બોલો ઠોકશાહીની જય…

- સંજય વિ. શાહ ‘શર્મિલ’

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel