(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત)
કવિ: ઈકબાલ દરબાર
યશોદાનો શ્યામ મને લાગે બહુ વ્હાલો
કહેજો કાનાને કે રાખે સથવારો
પીળું પિતાંબર ને કેડે કંદોરો
રૂપધર વરણાગી મનડું લોભાવતો
શ્યામ બની શ્યામે ઓઢ્યો કાળો રે કાંબળો
કહેજો કાનાને કે રાખે સથવારો…
બ્રહ્મસંબંધ બાંધી લીધો તારો આશરો
પ્રીતકેરા સાગરમાંહી તમે મને તારજો
આ સંસારમાં બસ એનો છે સહારો
કહેજો કાનાને કે રાખે સથવારો
_________

