(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત)
કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’
કાનામાં ક્યાંક પ્રેમ નદીઓ સમાણી છે
એક પારે મીરાં બીજે રાધા બંધાણી છે
એટલે તો મેવાડે ગોકુળિયે એમ
જાણે છલકે છે કાનાનો પ્રેમ પ્રેમ પ્રેમ…
એક રમે રાસ થઈ પ્રેમ ગુલતાન
એક છેડે સુર ભૂલી સાન અને ભાન
હૈયામાં બેઉના હરિવરનું હેમ
જાણે છલકે છે કાનાનો પ્રેમ પ્રેમ પ્રેમ…
એકને હૃદયમાં એ રાખતો અપાર
એકના હૃદયમાં એ રહેતો અપાર
અલબેલો મસ્તીલો જાદુ કે વ્હેમ
જાણે છલકે છે કાનાનો પ્રેમ પ્રેમ પ્રેમ…
_________

