(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત)
કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ’

વાંસળીના સુર ઓલી વાંસલીના સુર

કાનાની મીઠલડી નજરુંનાં પૂર

વાંસળીના સુર ઓલી વાંસળીના સુર…

તાથૈયા તીરકીટધા મોહનની માયા

મોહનમાં મારા લખ ચોર્યાસી માયા

ગોરસનું નામ દઈ ચોરી ગયો મન

સારું થયું સારું લો સૌ છેતરાયા

રમશું થઈ રોજ તારી પ્રીતડીમાં ચૂર

વાંસળીના સુર ઓલી વાંસળીના સુર…

એવો નખરાળો ને એવો છોગાળો

એકલો છે કાન તોયે એકે હજારો

રમઝટ બોલાવે ને હૈયાં ડોલાવે

મારાથી મારામાં રહેતો સવાયો

મતવાલા મીઠા તું થાજે ના દૂર

વાંસળીના સુર ઓલી વાંસળીના સુર…

(દુહો)

હે બ્રિજ કી સબ બાલા…………………

_________

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel