આજ માતા ચોડે ચુમીયું રે
શિવા, ઝીલજો બેવડ ગાલ રે…
કાલે તારા મોઢડા માથે
ધૂંવાધાર તોપ મંડાશે
સુવા ટા’ણું ક્યાંય ના રહેશે
કાલે કાળા જુદ્ધ ખેલાશે
શિવાજીને નીદરું ના’ વે
માતા જીજાબાઈ ઝૂલાવે.

ગઈકાલે શિવાજી જયંતી લગભગ દરેક મહારાષ્ટ્રીયને મનાવી હશે, પણ આજના જમાનાની કેટલી માતાને શિવાજીનું હાલરડું યાદ હશે? આવડતું હશે? બાળકને હાલરડાં ગાઈ સુવડાવતી વેળાએ જ માતા જો તેનામાં દેશદાઝ ભરે, વાસ્તવિકતાનો પરિચય કરાવે તો તે બાળક મોટો થઈને શિવાજી જેવો પરાક્રમી ન બને તો જ નવાઈ?
શિવાજીનું હાલરડું દરેક માતાએ યાદ રાખવું જોઈએ. બાળક નાનું હોય, ઘોડિયામાં સૂતું હોય ત્યારે તેને સુવડાવતી વેળાએ બીજા ફિલ્મના ગીતો ગાય તેના કરતાં આવા હાલરડાણ ગાય તો? ગુલામીનો સમય, આઝાદી મેળવવા માટે જંગ ખેલાતો હોય અને તેમાં પોતાનો એકનો એક દીકરો કામ આવે તેવી ખેવના કરવી તે કેટલી મોટી બાબત છે, કેટલી સુંદર ભાવના છે. સાચે જ જીજાબાઈએ કુખે શિવાજી જ જન્મે તે સત્ય છે.

- કલ્પના જોશી

(Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper ancestor on Wednesday, 29 April 1998)

ગમ્યું… તો સૌને જણાવો!! SocialTwist Tell-a-Friend

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel