શ્યામ કેટલાં નામ…
(કવિ: સંજય વિ. શાહ ‘શર્મિલ)
(સંગીતનાટક કૄષ્ણપર્વનું ગીત)
શ્યામ કેટલાં નામ તારાં શ્યામ કેટલાં નામ
કાન કહું રણછોડ કહું કે કહું નંદનો લાલ
સાવરિયા મોહન મુરલીધર કૄષ્ણ કનૈયાલાલ
શ્યામ કેટલાં નામ…
બ્રિજવાસી મયુરેશ મુરારિ નાથ મનોહર વ્હાલો
ગિરધારી બનવારી માખણચોર યશોદા લાલો
છેલછોગાળો મતવાલો બંસીધર મદનગોપાલ
વૈકુંઠપતિ મથુરાધિપતિ દ્વારિકાધીશ ઘનશ્યામ
શ્યામ કેટલાં નામ…
ગોવિંદા ગોપેય કનૈયા તારી લીલા અપરંપાર
મથુરામાં તું દેવકીનંદન નાથદ્વારે શ્રીનાથ
અર્જુનસંગે સારથિ તું લક્ષ્મણસંગે તું રામ
રૂપ અનોખું રંગ અનોખોં અને અનોખાં ધામ
શ્યામ કેટલાં નામ…

