-કલ્પના જોશી

Good Behaviour

મલેશિયામાં શાહરુખ ખાન, રશિયામાં રાજ કપૂર અને નરગીસ કે બીજા દેશમાં બીજા ભારતીય કલાકારો ખૂબ લોકપ્રિય છે. નવાઈ લાગવા જેવી આ વાત કેમ કે ઘણા કિસ્સામાં કલાકારે પોતેય જાણ્યું ના હોય તેમ તેના ચાહકો દેશ-વિદેશમાં વધતા જતા હોય છે. આવી જ રીતે અદના માણસ સાથે પણ થતું રહે છે. તેના પર ઝટ સૌનું ધ્યાન જતું નથી એટલો જ એક મુદ્દો સમજવાનો છે. કોઈક સગાના ઘરે જઈએ, પાડોશી સાથે મૃદુ-સ્નેહભર્યો વહેવાર કરીએ તો શું થાય? એ પાડોશી પોતાના કોઈક સગાને ત્યાં, કોઈક પ્રસંગમાં, એ વહેવાર યાદ કરશે. વહેવાર કરનારનાં વખાણ કરશે. એટલે એક વ્યક્તિની ખ્યાતિ બીજી એવી વ્યક્તિ સુધી પહોંચી જેને કદાચ આજીવન મળવાનું થવાનું નથી. આ ખ્યાતિપ્રસારનું કામ, આ સારો વહેવાર, દિવસમાં ઓછામાં ઓછો એકવાર થવો જોઈએ. તેનાથી વરસે ૩૬૫ અને માત્ર દસ વરસમાં ૩,૬૫૦ શુભચિંતકો મળશે. પરિણામ એ આવશે કે ગમે ત્યાં જશું તો પણ એકાદ જણ તો સાથીદાર બનવા, સહાય કરવા માટે ખડેપગે દોડી આવશે. વળી આ સારી વાતમાં ખ્યાતિના ગુણાકારને, દસને બદલે ત્રીસ-ચાલીસ વરસના ગણિતને તો ધ્યાનમાં લીધાં જ નથી. એ લઈએ તો કલાકારની અપાર પ્રસિદ્ધિની જેમ આપણા આનંદની સમૃદ્ધિ પણ ક્યાં પહોંચે?

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel