Jayesh Chitalia

રીડિંગ રૂમ

(Published in Mumbai Samachar’s Sarbasar page on Tuesday 12 July 2011)

- કલ્પના જોશી

‘સારા વચનથી મેં મારી અંદર અજાયબ પરિવર્તન અનુભવ્યા છે. ચાલીસ વરસની ઉંમરે મારામાં હતી તેનાથી ક્યાંય વધારે તાજગી હું આજે, પંચાવન વરસે અનુભવી રહ્યો છું. એનો શ્રેય જાય છે વિચારશીલ વાચનને.’ ‘મુંબઇ સમાચાર’ના ચાહક-વાચક કૌશિકભાઇ ચિતલિયાના જીવનમાં પરિવર્તન લાવવામાં આમ તો ઘણાં પુસ્તકોએ ભાગ ભજવ્યો, પણ સૌથી મહત્ત્વપૂર્ણ થયું ડો. જોસેફ રિચર્ડનું પુસ્તક, ધ પાવર ઓફ યોર સબકોન્શિયસ માઇન્ડ. આ પુસ્તકને બાઇબલની જેમ વારંવાર, અન્ય પુસ્તકો સમાંતર વાચતાય ફરી વાચી જતા કૌશિકભાઇ કહે છે, ‘બને ત્યાં સુધી હું દરેક પુસ્તક ગુજરાતીમાં વાચવું જ પ્રિફર કરું. તેથી જ છએક મહિના પહેલાં આ પુસ્તક ગુજરાતીમાં પ્રસિદ્ધ થયું તો એ ખરીદીનેય મેં વાચ્યું.’ આ પુસ્તકની ખાસિયત શી છે? ‘એક જાગૃત અને બીજું સુષુપ્ત મગજ છે આપણી પાસે. જાગૃત મગજ તત્ક્ષણ- દેખાતી-સંભળાતી-અનુભવાતી વાતોના આધારે વર્તે છે. સુષુપ્ત મગજ બધું એમાં સમાઇ-સચવાઇ જાય પછી એના પર પ્રક્રિયા ચલાવે. સાથે જ, જૂની વાતોના તારણને મૂલવીને જાગૃત મગજની પહેલાં સુષુપ્ત મગજ કામ કરતું થઇ જાય છે. આ પુસ્તકે મારા જીવનને ૩૬૦ ડિગ્રી ચેન્જ કરવામાં મદદ કરી.’ નોન-ફિક્શન પુસ્તકોની જેમ કૌશિકભાઇને ધાર્મિક પુસ્તકોય વાચવાં ગમે, પણ બહુ જુદી તરેહથી. કૌશિકભાઇ કહે છે, ‘વાચનની સારી આદત કાયમ સારું પરિણામ આપે. વાચનની આદતને લીધે હું શારીરિક અને માનસિક, બેઉ થાક ઓછા અનુભવું છું. તમે ક્યારે કૌશિકભાઇની જેમ વાંચો છો આવાં પુસ્તકો?

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel