ઇશ્વરને આધીન કરીને થઇ જવાનું હળવાફૂલ
ઘણી વાતોનો કોઇ ઇલાજ જડ્યો જડતો નથી. પછી એ વાતો સંબંધની હોય, સ્વભાવની હોય, આદતની હોય કે બીજી કોઇક હોય. એવી વાતો માટે માથું પછાડવાથી છેવટે શું થાય, તો પોતાને જ પીડા થાય
નવું વરસ એટલે નવી આશાઓ, નવો ઉત્સાહ
નવું વરસ આવી ગયું. છેલ્લાં બે દિવસ લોકોએ એકમેકને ઢગલાબંધ શુભેચ્છાઓ આપી. સૌ જાણે હંગામી ધોરણે બધી તકલીફો ભૂલી ગયા. નવો દિવસ ગમે અને પેલી ઉજવણીનો ઉત્સાહ જેનામાં છલકતો જ રહે એ સૌથી સુખી છે
ન્યુ યરની પાર્ટી, રંગરેલિયાં, મોજમસ્તી માટે આખી દુનિયામાં પ્રખ્યાત અને કુખ્યાત થાઈલેન્ડનો ટાપુ
ન્યુ યર વખતે પાર્ટી, રંગરેલિયાં અને મોજમસ્તીના મોરચે આખી દુનિયામાં નામ કાઢ્યું છે. વળી આ નામ બદનામ પણ ખાસ્સું. એ જગ્યા છે થાઈલેન્ડમાં આવેલું બીચનું નગર, કો ફા-ન્ગન અથવા કો ફાન્ગન
પિક્ચર અભી બાકી હૈ દોસ્ત!
સુખની, સંતોષની રાબનો સ્વાદ માણવો છે? તો ખરાબ સમયને સહન કરી નાખો. એનાથીયે આગળ કહીએ તો એન્જોય કરી નાખો. ક્યોં કિ હર એક અપ્સ એન્ડ ડાઉન્સ ઈમ્પોર્ટન્ટ હોતા હૈ
સારો વહેવાર દિવસમાં એકવાર થવો જોઈએ
કોઈક સગાના ઘરે જઈએ, પાડોશી સાથે મૃદુ-સ્નેહભર્યો વહેવાર કરીએ તો શું થાય? એ પાડોશી પોતાના કોઈક સગાને ત્યાં, કોઈક પ્રસંગમાં, એ વહેવાર યાદ કરશે. વહેવાર કરનારનાં વખાણ કરશે
શરીર માટે જિમ, મન માટે વાચનઃ ડૉ. ભાવના ત્રિવેદી
ડૉ. ભાવના ત્રિવેદીને વ્યવસાયે પણ વાચનમાં પળોટ્યાં, ‘આ બધી ડિગ્રી માટે ખૂબ વાચવું પડે. તેથી પણ વાચવાનો શોખ ઉત્તરોત્તર વિકસતો ગયો. હું તો સૌને કહીશ કે શરીરને કસાયેલું રાખવા જેમ જિમ કામ કરે તેમ વાચન કામ કરે મગજને કસાયેલું રાખવા માટે’
બારીઓ ઉઘાડી હોય તો ધૂળ તો ઊડતી ઘરમાં આવે જ
- કલ્પના જોશી બે જુદાં જુદાં ઘરની વાત છે. બેઉ ઘરમાં એક જ દિવસે નવું રેફ્રિજરેટર વસાવવામાં આવ્યું. એક જ સરખું. દસ-બાર મહિના પછીની વાત. એક ઘરમાં રેફ્રિજરેટર આજે પણ એટલું જ નવું લાગતું હતું જેવું ખરીદયું ત્યારે હતું. ઘરના લોકો પોતાની વસ્તુની કેવી કાળજી લેતા હશે તેનો ખ્યાલ એના પરથી આવતો હતો. બીજા ઘરમાં...
પેટમાં ગડબડ છે, લોહી ચોખ્ખું કરવાની જરૂર છે
જેવું રૂપ બગડે, અણગમતું થાય તો શરીરનાં આંતરિક સત્યો બહાર આવવા માંડે. ત્યારે છેક ખબર પડે કે આ સૌંદર્ય પાછળ તો એવાં એવાં પરિબળ નિમિત્ત છે જેની ભાગ્યે જ પરવા કરવામાં આવે છે
શાંતિની નજીક, આનંદની સીમા
મુંબઈ-પુણે વચ્ચેના નાનકડા ગામ અને શાંત વાતાવરણમાં પાંગરતા વિશ્વ જેવા પિકનિક સ્પોટ નામે દૂરશેટ વિશે ઘણાએ સાંભળ્યું ન હોય. આ એવું સ્થળ છે જ્યાં ટિપિકલ ટૂરિસ્ટોનાં ટોળેટોળાં ઊમટતાં નથી
બાથરૂમ સિંગર છે બેસ્ટ!
સીધી-સરળ વાત છે. જે કામ હૈયાથી થાય છે, તેના પર દુનિયા ઓવારી જાય છે. એ કામ થવું જોઈએ પૂરી પ્યોરિટી સાથે. પારકા સૂચન, મંતવ્ય કે રિએકશનના કરપ્શન વિના
એક ધક્કો શારીરિક અને એક લાગણીનો
બાળકને કશુંક લઇ આપ્યા પછી તેના ચહેરાનો આનંદ જોઇને જે સુખ તમે પામશો તે આનાથી પણ વિશિષ્ટ હશે.’ પેલા અક્કડ પ્રવાસીની આંખો પહોળી થઇ ગઇ. આજુબાજુના સૌ પણ વિચારતા થઇ ગયા
નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે
નકારાત્મક અભિગમ પંક્ચર પડેલા ટાયર જેવો હોય છે. જ્યાં સુધી એને બદલો નહીં ત્યાં સુધી તમે ક્યાંય પહોંચી શકતા નથી. - અજ્ઞાત

