શાંતિ તો અકબંધ રહેવી જ જોઈએ
કોઈ સમજવા જ તૈયાર નહીં કે વસ્તુઓ નશ્વર હોય છે અને ઘરની શાંતિ ઈશ્વર હોય છે. તૂટ્યાફૂટ્યા વિનાયે ઘરની અનેક ચીજો કાળક્રમે ફેંકવામાં કે બદલવામાં આવે છે
જગતને પોતાની દમનશક્તિથી વશમાં કરવા મક્કમ
પંચમહાભૂતમાંથી મળેલી ચીજોથી જો માનવી આટલી પ્રગતિ કરી શકે છે તો એનાથી જ બનેલા આપણે કેમ ના કરી શકીએ. અશક્ય એક જ ચીજ છે અને એ છે નિષ્ફળતા, સમજી ગયા?
લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા?
-કલ્પના જોશી રોજ સવારે સ્નાન કરીને ચોખ્ખાચટ રહેતા લોકો ક્યારેક મનને પણ સાફસૂથરું કરે છે ખરા? તનને લાગતો કચરો બાહ્ય હોય છે પણ મનને વળગતો ગંદવાડ આંતરિક હોય છે. મનની સાફસફાઈ ના થાય તો શું થાય ધીમે ધીમે એના પર કેટલીયે ગંદકીઓનાં જાળાં ચડી જાય. બાલ્યાવસ્થામાં આવું નથી થતું. બાળકો તેથી જ વર્તન, વાણી અને...
હું પણ નવલકથાનું પાત્રઃ રીટાબહેન દોશી
રીડિંગ રૂમ સંજય વિ. શાહ Published in Mumbai Samachar, Asia’s oldest newspaper on Tuesday 20 December 2011 ‘‘દીકરી ઘરનું અજવાળું છે અને તેનાં લગ્ન થઈ જવાથી એ ભૂતકાળ થઈ જતી નથી,’’ તેવી લાગણીશીલ ભાવનાને કાંદિવલીનાં રીટાબહેન અક્ષરશઃ જીવે છે, અક્ષરશઃ એટલા માટે કે ભૂપત વડોદરિયાનું લોકપ્રિય પુસ્તક ‘દીકરી વહાલનો દરિયો’ તેમના હૈયાની સૌથી નજીક છે....
જાતજાતનાં ભજિયાં પાંઉની જ્યાફત
મુલુંડ પશ્ચિમના કાલિદાસ હોલની સામે શિવ વડા પાંઉ નામનો સ્ટોલ છે. જાણીતા માણસ કહેશે, ‘આ તો કાયમનું છે. આ સ્ટોલ પર વડા પાંઉ જ નહીં, સમોસાં, દાળ વડા અને ખાસ તો ભજિયાંની મસ્ત વરાઈટનો સ્વાદ જ અલગ છે
સૌનો યોગ આવી જાય છે
જે વધુ પ્રયત્ન કરે છે, વધુ માણસો અને શક્યતાઓ ફંફોસે છે તેમના સુયોગ થવાની શક્યતા પણ વધી જાય છે. કબૂલ છે કે નથી થવાનું એ નહીં જ થાય પણ જે થઈ શકે છે તેના માટે પોતાના તરફથી પ્રયત્ન કરવામાં આપત્તિ ક્યાં છે
મડગાંવની મજા માણો તો જાણો
પાર્ટી, ચોખ્ખા બીચ, ગામઠી બજારો અને મોડર્ન સગવડો એકસાથે આપતું માર્ગાવ ક્રિસમસ માણવાનો શ્રેષ્ઠ પર્યાય છે. જોકે જે શહેરના આભૂષણની જેમ આ બીચ શોભે છે તેવા મડગાંવનો મહત્તમ ઉપયોગ ગોવાના એન્ટ્રી પૉઈન્ટ તરીકે જ થાય છે
ખરેખર સંજોગ ઝુકાવે ખરા?
સૌને એમ જ છે કે જેને સંજોગ ફેવરેબલ મળે એની દશા ફળેફૂલે છે. સાવ ખોટું છે. જે તપે છે તે ઝગમગે છે. ભીની ધરતીનેય તડકો ધગાવે પછી દાણો મળે છે. પાનખર વૃક્ષોની વલે કરે પછી જ વસંત મહોરે છે
અહમ્ હોય તેના માટે જીવન આફતરૂપ બની શકે
બીજી બધી આવડતો હોવા છતાં અહમ્ હોય તો આખું જીવન નિરર્થક થઈ જાય છે. પોતાના હોય તેઓ પણ તરછોડીને જતા રહે છે અને પારકા હોય તેઓ પાસે આવતા ડરે છે
દવા અને દુવા બેઉમાંથી દુવા વધુ અસરકારક છે
લાગણી દેખાડવા કે રાખવા માટે પૈસાની જરૂર પડતી નથી. જરૂર પડે છે કોઈકનું દુઃખ સમજી શકે તેવા મનની. સાચી લાગણી ભલભલા કઠોર હૃદયના માનવીને પીગળાવી શકે છે
એકવાર પ્રયત્ન કરી જુઓ
દરેક મોટા કાર્યની શરૂઆત ક્યાંકથી તો કરવી જ પડે. જીવનથી નારાજ હોઈએ તો એને બદલવા માટે પણ નાની તો નાની પણ શરૂઆત કરવી પડે. રાતોરાત બધું બદલાઈ જશે તેવી આશા રાખ્યા વિના
જેને જલદી થાક લાગી જાય
એવા કોઈ એકાદ માણસને સૌ ઓળખતા જ હોય છે જેને જલદી થાક લાગી જાય. સવારે ટ્રેન પકડીને નોકરીએ પહોંચે ત્યાં થાકે. ઘરે બે મહેમાન આવ્યા અને વધારાનું રાંધવું પડ્યું તો થાકે

