શું ખેલ છે!

કહેવું તો એક જ વાર હતું કે પ્રેમ છે…,

પણ નીકળી ગઈ લો જિંદગી, શું ખેલ છે!

સંગીત તો બન્ને પાસે છે હૈયામાં ભર્યું,

પણ દરિયો છેવટે શંખને મન તો જેલ છે!

મળે છે દુ:ખ ત્યારે તો એને યાદ કરે છે

નહીંતર રામ વિનાયે સૌને રેલમછેલ છે!

પોથી વાચી જ્ઞાન તો પીરસી જ શકાશે,

અહીં જાતને વાચી શીખવું એ ક્યાં સહેલ છે?!

દેવો છે મીઠો છાંયડો એવું કહીને આવે,

વળગે છે ત્યારે જ માણસ કેવી વેલ છે!

– સંજય વિ. શાહ ‘શર્મિલ’

VN:F [1.9.22_1171]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.22_1171]
Rating: 0 (from 0 votes)