Poems

rankaar for 26 09 2009

રણકાર બહુ વિચિત્ર છે આ વાત. દુનિયાને સંસ્કૄતિ, સભ્યતા, જીવનશૈલી અને માનવતા જેવા કેટલાય પાઠ ભણાવ્યા છે ભારતે. છતાં, ત્રણ-ચાર સદી પહેલાં જેનો ઉદય થયો, જેની શરૂઆત થઈ એવું અમેરિકા લાંબા સમયથી જગતનો દાદો દેશ બનીને બેઠો છે. અમેરિકા શું કામ, અડધી-પોણી સદી પહેલાં તારાજ થઈને બેઠું થયેલું જાપાન પણ કેટલીયે બાબતોમાં આપણા કરતાં આગળ...

જીવન ખાલીખમ

ખાલીપાથી ભર્યું ભર્યું આ જીવન ખાલીખમ, એકલતાના ઢોલનગારાં સંભળાવે પડઘમ… ખંડેર સમા છે દિવસો મારા જડે ન કોઈ સાથ, ભીંત ભૂલીને હવે ભીંતને કરતો બાથંબાથ, ઠાલું ઠાલું હસીહસીને જંપ વળી જ્યાં ગોતું, મનની અંદર એક ખૂણામાં ચૂપકેથી કોઈ રોતું! એની વાતો એની યાદો પાયલની છમછમ, અતીત હવે તું બંધ કરી દે યાદોની ધમધમ… જીવન ખાલીખમ…...

એક હસતી રમતી હતી છોકરી… ગાંડો-ઘેલો હું!

પ્રેમના અલ્લડ દિવસોની એક કથા ચલો સંભળાવું… એક હસતી રમતી હતી છોકરી… ગાંડો-ઘેલો હું! મળવાનું કોઈ કારણ નહીં ને રોજ અમસ્તાં મળતાં, આંબા ડાળે કોયલ હોય ને ગીત અમે ગણગણતાં! ઘરઘર રમતાં, ખિસકોલીની પાછળ દોડી જાતાં, શેરીઓમાં પાચીકા થઈ જેમતેમ ઉછ્છળતાં! કો’ક મેઘલી સાંજે કરતાં છબછબિયાંને વ્હાલાં, વાદળને દેતા ‘તાં નામો આડાંઅવળાં કાલાં! મેઘધનુને આંબી લેતા હાથ કરીને ઊંચો, કેટકેટલા...

તારી આંખમાં ડૂબાડે તો જાણું!

મને દરિયામાં સમજણ કંઈ પડતી નથી… તારી આંખમાં ડૂબાડે તો જાણું! તને પામીને એક પળમાં જીવી જવા… મારે ભવ એકસાથે નવ્વાણું! જેને જોવાને દર્પણમાં જોઈ જોઈ તરસી, મારા રમતુડાં ગાલે લ્યો લાલી એ વરસી, ખુલ્લી આંખોમાં સપનાંઓ દોડે થઈ હરણાં, મેં પણ જાણ્યું શું માણસ દેખાય પ્રેમવર્ણા! અમથું મનમાં મલકાઉં ને અમથું હસું! અમથું તુંયે જોડાય તો...

મને જરા સમજાવો

રીતરસમનાં થોથાં ખોલી નોંધ નવી ટપકાવો, પંડિત-રાજા જુઓ સાંભળો મને જરા સમજાવો! જન્મથી લઈને જીવન બધું મા બચ્ચાને આપે, તોય પુરુષનું નામ જ બચ્ચાની સાથે લટકાવો? દીકરી જન્મે લક્ષ્મી થઈ પણ પછી સાપનો ભારો, દીકરો વંઠે-ઝગડે-બગડે તો પણ એ વટવાળો! ચાર ફેરાનું નામ પડે ત્યાં નવા છે અત્યાચાર, વરરાજાને બોલાવો પણ કન્યાને પધરાવો! ભણ્યા કરતાં ગણ્યા...

નાના અમથા જીવનમાં…

નાના અમથા જીવનમાં ના પૂછો કેટલું જોઈ લીધું, રત્તીભાર શું પામ્યા સામે પર્વત જેટલું ખોઈ દીધું! દોસ્ત બનાવી જોઈ લીધા ને દુશ્મન પણ કંઈ જોયા, દિલને ડર બહુ માણસનો મેં ઘણું મનાવી જોઈ લીધું! સૌની સાથે સારપનો વહેવાર કરીને જોઈ લીધું, ઉણપ, ઉપેક્ષા, તિરસ્કારનો બદલો પામી રોઈ લીધું! થરથરતા કોઈ જીવને દેવા હૂંફ, લાગણી, આશા,...

હવે તો સજની આવ…

કલમ ઉઠાવી કાગળમાં હું લખું હ્રદયના ભાવ સમય વીત્યો લે ઘણો મળ્યાને હવે તો સજની આવ! વીજ ચમકતી માઝમ રાતે આકાશે થઈ વાદળ કાં કડકડતી ઠંડી પ્હોએ ફૂલ ઉપર થઈ ઝાકળ નહીંતર બળતી એક બપોરે શીતળ થઈને છાંવ તરસ્યો જેનો રાત-દિવસ હું એવી માયા લાવ હવે તો સજની આવ… ખળખળ વહેતા નીર બાંધતી થઈને ક્યાંક સરિતા...

એ મારો પહેલો પ્રેમ હતો!

એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું, એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું! ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું, ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું! નામ બધાએ મિત્રોમાં આ બંદાનું મશહૂર હતું, બસ એની યાદો પાસે મારી બાકી સઘળું દૂર હતું! હથેળીઓ પર સદા લખેલું એનું...

જેમ નહીં મેં સ્વપ્ને ધાર્યું…

આજ અમસ્તા એમ થાય છે, સાવ અમસ્તા જીવન ચાલ્યું! કેમ અને ક્યાં ક્યારે શાને, જેમ નહીં મેં સ્વપ્ને ધાર્યું… ઉંમર ગઈ ને દિવસો પણ ગ્યા, મિત્રો, શત્રુ, સ્વજન છે સરખા! અને છતાં મેં આશા રાખી, હજી કોઈને જાણ્યા છે ક્યાં? અને જાણવા નીકળીને મેં, પોતાનું મન સસ્તે માર્યું… કેમ અને ક્યાં ક્યારે શાને? જેમ નહીં મેં...

પહેલા વરસાદ જેવો ચહેરો તમારો…

પહેલા વરસાદ જેવો ચહેરો તમારો, ને મેઘધનુ સપનાં છે મારા સજન, લઈને આ વાદળને ચાલો જી આપણે, કરીએ સવારી ભીની ભીની સજન… બોલાવો ટહુકાઓ મોરલા ને કોયલના, ડોલાવો ધરતીને તાલે સમીરના, વીજળીની ઝીલો સલામી નિરંતર ને, સૄષ્ટિને નીરલાની આપો ઝરમર, વહેલી સવારે પેલો સૂરજ છુપાયો ત્યાં, શોર થયો મેહુલિયો આયો રે આયો, બીજ હવે ફૂટવાના છોડલાં બનીને, ધરતીનો...

યાદ રહી ગ્યા ભૂલી જવા 'તા જેને મારે

યાદ રહી ગ્યા ભૂલી જવા ‘તા જેને મારે હવે વ્યથાના વમળમાં ડૂબતા કોણ ઉગારે રોજ વરસતા વાદળ એનું રૂપ ધરીને મારા મનની છેક તરસતી પ્યાસ વધારે સૂરજ ડૂબે રોજ દઈ ઘનઘોર નિરાશા ઊગે અશ્રુધાર બનીને ફરી સવારે ભૂલ અમારી ભૂલી જાત એ ભૂલમાંયે તો જીવન મૄત્યુ જેવું થઈ ના જાત અમારે જુગજુગ જૂની પ્રીત અધૂરી...

લવ અને લોચા…

એની જાતને આ તે કેવી પિક્યુલીઅર છે મૅટર ગમતી ગર્લને કેમ લખું નહીં એક ક્યુટ લવ લેટર?! એ કૉન્વેન્ટની કન્યા ને હું અભણ કિરાણાવાળો શૅમ્પૂ લેવા ભૂલમાં ટપકી અને થયો ગોટાળો ફાઈન ફીગર ને સ્ટાઈલ સુપર છે વૉઈસ સ્વીટ રે! નૅક્ટર વળી ઍરિયા આખો બોલે ક્લાસ બહુ કૅરેક્ટર સ્કીમ વિના એક બૉટલ પર એક બૉટલ મફ્ફ્ત આપી...

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.