Gazals

પ્રેમની સૌથી વરવી શિક્ષા

પ્રેમની સૌથી વરવી શિક્ષા કહો જોઈએ કંઈ? તૂટે તો પણ હ્રદય સનમને ભૂલે કોઈ દી’ નઈ! એક ચહેરાને ચાહી ચાહી આંખો છીપલું થાય તોય જીવનભર ખરા પ્રેમનું મળતું મોતી નઈ કાચી-કૂમળી ઉંમરમાં લાગે પાકો પહેલો પ્રેમ સમજણ-સુધબુધ, જ્ઞાનનું સામે નહીં આવતું કંઈ રમતવાત છે ઈશ્વર માટે માણસ સાથે રમવું બધું હાથમાં લખી નાખતો ઉકલાવે ના કંઈ...

આપણે સૌને ગમીએ!

ચાલ ફૂલોની ખુશ્બુ થઈને હવાને ખોળે રમીએ, કોઈ આપણને ચાહે ના છો આપણે સૌને ગમીએ! તૂટ્યાફૂટ્યા શબ્દો લાવી ઝાંખી પાંખી વાતો, તોય કરીને ગમતું એનું ગીત અહીં ગણગણીએ! દુનિયા પથ્થર બીજ આપણે બહુ લાંબી છે વાટ, કૂંપળ થાવું ધરમ આપણો પથ્થર ફોડી દઈએ! દુનિયા થઈ છે રૂદન ભુવન જો સુખની પાછળ દોડી, આપણને દુ:ખ સાચાં એનો હરખ...

તમે મને પોકારો છો જ્યાં…

તમે મને પોકારો છો જ્યાં જરા અમસ્તું લાગે છે એ જ ઘડીએ જીવન મારું નીંદરમાંથી જાગે છે! સપનું તો આ સપનું છે પણ સાચાથી પણ સાચું છે રોજ હવે આ સપનું આવે હ્રદય એટલું માગે છે! કદાચ ખુલ્લી આંખે આજે સાચું એ પડવાનું છે નીંદરમાં ઝબકોળી છે તોય આંખો કેવી જાગે છે! ટિકટિક, કલરવ, સુસવાટો...

વાતવાતમાં કેમ ભરાતાં…

વાતવાતમાં કેમ ભરાતાં અશ્રુ આમ નયનમાં? વહ્યું નથી કે વહેવાનું નહીં દુ:ખ ક્યારેય રૂદનમાં! સૌને દુ:ખ છે તેમ છતાં સૌ કોઈ તો નથી રડતા, હસીને સહેશો? રડી રડીને? ખૂબી છૂપી ચયનમાં! બધી વ્યથાઓ ભૂલી જઈને ચહેરો હસતો રાખો, કે ના બગડે દશા કોઈની જોઈ તમારા વદનમાં! રહે નહીં જો દુ:ખ સખણું થઈ હ્રદયમાં ટૂંટિયું વાળી,...

રોજ મને લો મોત મળે છે…

રોજ મને લો મોત મળે છે અને મને એ રોજ છળે છે! આજે આવું કાલે આવું માણસ જેવું એ વર્તે છે કંટાળ્યો છું હું થાક્યો છું મારી હાલત કોણ કળે છે? સાંભળવાને કાન છે ખુલ્લા કહેવા કોને હોઠ મળે છે? સાત ભવોના પાપ ભર્યા છે આ ભવ એનો બોજ રળે છે સખાવતોના નામે ઢોંગી રૂપિયા...

કોણ અમસ્તા કહેવાનું છે?

કોણ અમસ્તા કહેવાનું છે? સાથે કાયમ રહેવાનું છે! પીઠ ફરે કે ફરશે નાતો ભૂલી જઈને વહેવાનું છે સૂરજને તારાની સાથે શું દેવાનું લેવાનું છે? પ્રેમના રસ્તે સૌનું થાશે થયું જે મજનુ જેવાનું છે વધુ બોલશો વધુ નિરંતર તૂટવાનું છે સહેવાનું છે માણસ થાવા માટે અહીંયા માણસને છેતરવાનું છે શર્મિલ સુખની આશાએ આ દુ઼:ખને જીવન દેવાનું છે...

તારીખ મહિના દિવસો સાલ…

ઘડિયાળની ટિકટિક છે કે વણઉત્તર છે સાંઠ સવાલ? લખી લખીને મળવાનું શું? ઘરડા થઈને શ્રીફળ-શાલ?

અમથું અમથું

અમથું અમથું લખીએ ચાલો, શબ્દો ભાગ્યા પકડો-ઝાલો! કેટકેટલા સંબંધો છે! સંબંધો કે નરી બબાલો? જવાબમાં દેવા છે જો તો, સૌને નર્યા ખેલ-સવાલો! મને ઘણી છે મારી પીડા, તમે તમારી રાવ સંભાલો! અટકે ત્યારે જોરથી અટકે, જીવન કેવું દિવસો-સાલો! ઋષિમુનિ ભટકી ગ્યા જેવા ધરમ થઈ ગયો ધંધો સાલો! હવે તો મળશે રાહત સાચી મળી કબર લ્યો પોઢું...

રાતના છે જીવ જેનો તાર તારમાં…

રાતના છે જીવ જેનો તાર તારમાં એને મળે ન કંઈ કશું કોઈ સવારમાં બોલીને જેને ભૂલવી છે વાત સગવડે કરજો જમા એ લોકને ખાતા ઉધારમાં તારા હશે તો આવશે તું રાહ નહીં જો મિત્રો ન મળે શોધતા માણસબજારમાં આ રંજ, પીડા, શોક ને અફસોસ સામટાં? આ ભૂતકાળ કેમ ઊભો છે કતારમાં? બસ એટલી છે મુશ્કેલી કે...

ખોલ કાઢ તો માણસ ક્યાં છે?

હજી ઘણીયે પીડાઓ છે… બોલ ખરા તું છે તો ક્યાં છે? મને ખબર છે તને ખબર છે… સમજણમાં પણ સમજણ ક્યાં છે? રાત બધાએ રોજ વીતાવી અજવાળાની ઈચ્છા ક્યાં છે? એકમેકના પ્રશ્નો સૌએ પૂછ્યા ને કોઈ ઉત્તર કયાં છે? માણસ તો છે શરીર ખાલી ખોલ કાઢ તો માણસ ક્યાં છે? પૂછી પૂછી જો પોતાને હું તને...

કિસ્મતની પ્યાલી

કાશ અગર જો હોતે ખાલી કિસ્મતની આ મારી પ્યાલી પ્રેમથી આખી ભરી દેત એ દુ:ખને રાખત દૂર નિકાલી અણગમતા ના રાખું પ્રશ્નો વાત બધી બસ વ્હાલી વ્હાલી દિલમાં રાખત એક બગીચો સુખ વાવી દુ:ખ મૂળમાં ઘાલી થાત બધુંયે બસ સારું સારું ના કોઈ ચિંતા, ના કોઈ ગાલી ઝગડો થાત નહીં બસ ક્યાંયે ખુદને રાખત હું સંભાલી...

નોટની રમત

પૈસાથી આવી જાય છે કેવી નિરાંત જો, મૂરખનું માન પણ અહીં થાતું વિરાટ જો! આ નોટની છે રોજની રમત બડું કપટ, માણસની હાર-જીત ને કાગળની પાટ જો! ખિસ્સું તો હમેશાં રહે છે ઠેરનું જ ઠેર, માણસના છતાં માલથી બદલાય ઠાઠ જો! લક્ષ્મી તો ચંચળા છે ચતુરાઈભરી છે, જાશે તો તાણતી જશે એ રાજપાટ જો! આદમ ને ઈવથી અહીં સુધીનું સત્ય જાણ,...

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.