સાવ અમસ્તું…
સાવ અમસ્તું કહેવું છે કંઈ મૌન વાયડું વાગે છે, નઈ? હ્રદયબંધ છે ઈચ્છાઓ જો એકલપંડે બડબડતી થઈ હોઠની લાચારી તરસાવે એમ હથેળી જો ભીની થઈ ચાલ ફરીથી બેઉ બોલીએ અને બેઉ સાંભળીએ નઈ વાદળ બનશે નહીં લાગણી? વ્હાલની વર્ષા ઝરમરશે નઈ - સંજય વિ. શાહ ‘શર્મિલ’
તૂટશે જન્મારો
અહીંયા હું મારો ને ત્યાં તું તારો બોલ, બરાબર થઈ ગ્યો બટવારો? સાથે ને સાથે છતાં નોખા નોખા સંબંધો ઠીક છે, શાનો સથવારો? દુનિયા બહુ સ્વાર્થી બલા છે દોસ્ત તું કોણ છે સાચો પ્રેમ કરનારો? ચહેરા પર હાવભાવ ચોપડવા માંડ માણસની પહેલાં બની જા રંગારો શ્વાસ તો વસ્ત્ર છે શરીરની લાશે એના તાણેવાણે તૂટશે જન્મારો...
માણસ બેઉ અજાણ્યા તોયે…
માણસ બેઉ અજાણ્યા તોયે એક જાણીતો પ્રેમ કંઈ જાણ્યું ને સમજાયું નહીં તોય થઈ ગયો કેમ? થોડો થોડો હોય ભરોસો થોડી થોડી શંકા તોય ભરોસો પડતો મૂકી શંકા વહાલી કેમ? દિલ તો કાયમ સાચું કહેતું એવું સૌ કોઈ માને તોય ન જાણે સાચી પ્રીતનું સરનામું એ કેમ? વ્હેમ વ્હેમ ના વમળમાં ફરી કેવા સૌ અટવાતા...
મને પામવો તારામાં છે?
દરિયો ક્યાં છે? તારામાં છે? મોજા ઘૂઘવે… મારામાં છે? પ્રેમ કર્યો નહીં, તોય થયો જો! બંધન ભવના ધારામાં છે? સૂર્યરોશની બે કટકે ગઈ તારી આંખના ક્યારામાં છે? તારા હાથના પરસેવાનો વિચાર મધના બારામાં છે? બબ્બે ભરતી બાથો ભરતી ખોટામાં છે? સારામાં છે? હૈયું શંખ ને શબ્દો મોતી હોઠ છતાંયે ભારામાં છે? તને ચાહવું મારામાં છે...
ના કહે પણ કહે ખરી…
તું મને મળશે ખરી? ના કહે પણ કહે ખરી માવઠું શાને પડે? છે ગગનની મશ્કરી? બે જણા લડતા નથી દૂધમાં સાકર પડી? હું અમસ્તા નીરખું તું અમસ્તી બન પરી છે બધું રાધા-મીરાં? તો જ વીફરે બંસરી માગ તો મળશે નહીં થાય શું? કર તસ્કરી છે મોહબ્બ્ત પાનખર દિલ ખડ્યું, ખુશીયો ખરી ઘર બને સમરાંગણો સ્વાર્થ...
લ્યો ભૂલી ગ્યો…
લ્યો ભૂલી ગ્યો આજથી તમને યાદ કરે એ બીજો વાત મૂકી દયો શરત કરી લ્યો હવે ફરે એ બીજો ભરી વસંતે ખીલી જવાની ઈચ્છા મૂકો પડતી આંખો વાટે અશ્રુ થઈને હવે ખરે એ બીજો પ્રેમના દરિયે તરનારાને ડૂબવું છે જ નસીબે લહેરોએ ના સાથ દીધો લો, હવે તરે એ બીજો નિષ્ફળતાનો એક અનુભવ લાખ સુખોથી...
ભૂલભૂલૈયા
વમળ ચડે કે ચડે જીવનની ભૂલભૂલૈયા? કાલ હતા ક્યાં, આજે ક્યાં ને કાલ હશું ક્યાં?! મંઝિલ સાથે ખોયા જેણે નકશા મારગના ક્યાં જાવાને નીકળ્યા છેલ્લે પહોંચે છે ક્યાં લહેરો સમ દિન-રાત વહે છે રોજ વિમાસણ એક નૌકા ચાહતની એમાં ડૂબી ગઈ ક્યાં?! જિંદગી છે કેવી છે શાને છે કહેવું શું? જીવવા જેવી નથી રહી ને...
ઉદાસી…
ઉદાસી હ્રદયમાં એ રીતે છવાઈ ન બોલી શક્યા કે ના આંખો ભરાઈ ઉજડી છે કઈ એવી રીતે આ કિસ્મત હર એક પળ જાણે નઠારી સવાઈ કશી ખેવના કે નથી કોઇ ઈચ્છા ન સ્પર્શે મને મારી કોઇ સગાઈ એ રીતે નિરાશા વ્યાપી છે જાણે જઈ સાગરે લાખો નદી સમાઈ કફન લઈને ચાલો જઈએ કબરમાં ના ઉપકાર...
પ્રેમમાં તારો નકાર…
પ્રેમમાં તારો નકાર મારા જીવનનો ટૂંક્સાર બે ઘડી શાને મળ્યાં? દર્દ દેવાને હજાર? સ્વાર્થની સીમા નહીં? ના કર્યો મારો વિચાર? બેઉ છે બેફામ આજે આભ ને અશ્રુની ધાર રાત પાછળ રાત છે ના પડે મારી સવાર હારવાને તો રમ્યા એક્પક્ષી આ જુગાર શર્મિલ કબરને સાદ દો એ જ તારી એક યાર - સંજય વિ. શાહ...
આજે જ…?!!
આજે જ સાલ્લું આમ જો છત્રી ભૂલી જવું હતું, આજે જ આ વરસાદને આવું શું વરસવું’તું?!! આજે જ આ મીટિંગ-ફીટિંગ શાને છે વળી? આજે જ ઑફિસે જવા મોડું રે થવું’તું? આજે જ લાંબી લાઈન આ લાગી છે જરા જો! આજે જ મારા પાસને પૂરું શું થવું’તું?! આજે જ ઈન્ડિકેટરો આ બંધ કેમ છે? આજે જ બધી ટ્રેનને મોડા શું દોડવું’તું?!! આજે જ ઑડ...
…એટલે તારું સ્મરણ
રાતનું પહેલું ચરણ, એટલે તારું સ્મરણ આંખમાં ઉપસે છબિ, ને પછી ઊંઘે હરણ ગાદલે આળોટવું, શોધવા તારું શરણ ચાંદ મન તારું મનન, એક ગમતીલું ગ્રહણ જીવતરની નાવને, પ્રેમનું મળ્યું તરણ - સંજય વિ. શાહ ‘શર્મિલ’

