rankaar for 26 09 2009
રણકાર બહુ વિચિત્ર છે આ વાત. દુનિયાને સંસ્કૄતિ, સભ્યતા, જીવનશૈલી અને માનવતા જેવા કેટલાય પાઠ ભણાવ્યા છે ભારતે. છતાં, ત્રણ-ચાર સદી પહેલાં જેનો ઉદય થયો, જેની શરૂઆત થઈ એવું અમેરિકા લાંબા સમયથી જગતનો દાદો દેશ બનીને બેઠો છે. અમેરિકા શું કામ, અડધી-પોણી સદી પહેલાં તારાજ થઈને બેઠું થયેલું જાપાન પણ કેટલીયે બાબતોમાં આપણા કરતાં આગળ...
જીવન ખાલીખમ
ખાલીપાથી ભર્યું ભર્યું આ જીવન ખાલીખમ, એકલતાના ઢોલનગારાં સંભળાવે પડઘમ… ખંડેર સમા છે દિવસો મારા જડે ન કોઈ સાથ, ભીંત ભૂલીને હવે ભીંતને કરતો બાથંબાથ, ઠાલું ઠાલું હસીહસીને જંપ વળી જ્યાં ગોતું, મનની અંદર એક ખૂણામાં ચૂપકેથી કોઈ રોતું! એની વાતો એની યાદો પાયલની છમછમ, અતીત હવે તું બંધ કરી દે યાદોની ધમધમ… જીવન ખાલીખમ…...
એક હસતી રમતી હતી છોકરી… ગાંડો-ઘેલો હું!
પ્રેમના અલ્લડ દિવસોની એક કથા ચલો સંભળાવું… એક હસતી રમતી હતી છોકરી… ગાંડો-ઘેલો હું! મળવાનું કોઈ કારણ નહીં ને રોજ અમસ્તાં મળતાં, આંબા ડાળે કોયલ હોય ને ગીત અમે ગણગણતાં! ઘરઘર રમતાં, ખિસકોલીની પાછળ દોડી જાતાં, શેરીઓમાં પાચીકા થઈ જેમતેમ ઉછ્છળતાં! કો’ક મેઘલી સાંજે કરતાં છબછબિયાંને વ્હાલાં, વાદળને દેતા ‘તાં નામો આડાંઅવળાં કાલાં! મેઘધનુને આંબી લેતા હાથ કરીને ઊંચો, કેટકેટલા...
તારી આંખમાં ડૂબાડે તો જાણું!
મને દરિયામાં સમજણ કંઈ પડતી નથી… તારી આંખમાં ડૂબાડે તો જાણું! તને પામીને એક પળમાં જીવી જવા… મારે ભવ એકસાથે નવ્વાણું! જેને જોવાને દર્પણમાં જોઈ જોઈ તરસી, મારા રમતુડાં ગાલે લ્યો લાલી એ વરસી, ખુલ્લી આંખોમાં સપનાંઓ દોડે થઈ હરણાં, મેં પણ જાણ્યું શું માણસ દેખાય પ્રેમવર્ણા! અમથું મનમાં મલકાઉં ને અમથું હસું! અમથું તુંયે જોડાય તો...
પ્રેમની સૌથી વરવી શિક્ષા
પ્રેમની સૌથી વરવી શિક્ષા કહો જોઈએ કંઈ? તૂટે તો પણ હ્રદય સનમને ભૂલે કોઈ દી’ નઈ! એક ચહેરાને ચાહી ચાહી આંખો છીપલું થાય તોય જીવનભર ખરા પ્રેમનું મળતું મોતી નઈ કાચી-કૂમળી ઉંમરમાં લાગે પાકો પહેલો પ્રેમ સમજણ-સુધબુધ, જ્ઞાનનું સામે નહીં આવતું કંઈ રમતવાત છે ઈશ્વર માટે માણસ સાથે રમવું બધું હાથમાં લખી નાખતો ઉકલાવે ના કંઈ...
મને જરા સમજાવો
રીતરસમનાં થોથાં ખોલી નોંધ નવી ટપકાવો, પંડિત-રાજા જુઓ સાંભળો મને જરા સમજાવો! જન્મથી લઈને જીવન બધું મા બચ્ચાને આપે, તોય પુરુષનું નામ જ બચ્ચાની સાથે લટકાવો? દીકરી જન્મે લક્ષ્મી થઈ પણ પછી સાપનો ભારો, દીકરો વંઠે-ઝગડે-બગડે તો પણ એ વટવાળો! ચાર ફેરાનું નામ પડે ત્યાં નવા છે અત્યાચાર, વરરાજાને બોલાવો પણ કન્યાને પધરાવો! ભણ્યા કરતાં ગણ્યા...
આપણે સૌને ગમીએ!
ચાલ ફૂલોની ખુશ્બુ થઈને હવાને ખોળે રમીએ, કોઈ આપણને ચાહે ના છો આપણે સૌને ગમીએ! તૂટ્યાફૂટ્યા શબ્દો લાવી ઝાંખી પાંખી વાતો, તોય કરીને ગમતું એનું ગીત અહીં ગણગણીએ! દુનિયા પથ્થર બીજ આપણે બહુ લાંબી છે વાટ, કૂંપળ થાવું ધરમ આપણો પથ્થર ફોડી દઈએ! દુનિયા થઈ છે રૂદન ભુવન જો સુખની પાછળ દોડી, આપણને દુ:ખ સાચાં એનો હરખ...
નાના અમથા જીવનમાં…
નાના અમથા જીવનમાં ના પૂછો કેટલું જોઈ લીધું, રત્તીભાર શું પામ્યા સામે પર્વત જેટલું ખોઈ દીધું! દોસ્ત બનાવી જોઈ લીધા ને દુશ્મન પણ કંઈ જોયા, દિલને ડર બહુ માણસનો મેં ઘણું મનાવી જોઈ લીધું! સૌની સાથે સારપનો વહેવાર કરીને જોઈ લીધું, ઉણપ, ઉપેક્ષા, તિરસ્કારનો બદલો પામી રોઈ લીધું! થરથરતા કોઈ જીવને દેવા હૂંફ, લાગણી, આશા,...
હવે તો સજની આવ…
કલમ ઉઠાવી કાગળમાં હું લખું હ્રદયના ભાવ સમય વીત્યો લે ઘણો મળ્યાને હવે તો સજની આવ! વીજ ચમકતી માઝમ રાતે આકાશે થઈ વાદળ કાં કડકડતી ઠંડી પ્હોએ ફૂલ ઉપર થઈ ઝાકળ નહીંતર બળતી એક બપોરે શીતળ થઈને છાંવ તરસ્યો જેનો રાત-દિવસ હું એવી માયા લાવ હવે તો સજની આવ… ખળખળ વહેતા નીર બાંધતી થઈને ક્યાંક સરિતા...
તમે મને પોકારો છો જ્યાં…
તમે મને પોકારો છો જ્યાં જરા અમસ્તું લાગે છે એ જ ઘડીએ જીવન મારું નીંદરમાંથી જાગે છે! સપનું તો આ સપનું છે પણ સાચાથી પણ સાચું છે રોજ હવે આ સપનું આવે હ્રદય એટલું માગે છે! કદાચ ખુલ્લી આંખે આજે સાચું એ પડવાનું છે નીંદરમાં ઝબકોળી છે તોય આંખો કેવી જાગે છે! ટિકટિક, કલરવ, સુસવાટો...
વાતવાતમાં કેમ ભરાતાં…
વાતવાતમાં કેમ ભરાતાં અશ્રુ આમ નયનમાં? વહ્યું નથી કે વહેવાનું નહીં દુ:ખ ક્યારેય રૂદનમાં! સૌને દુ:ખ છે તેમ છતાં સૌ કોઈ તો નથી રડતા, હસીને સહેશો? રડી રડીને? ખૂબી છૂપી ચયનમાં! બધી વ્યથાઓ ભૂલી જઈને ચહેરો હસતો રાખો, કે ના બગડે દશા કોઈની જોઈ તમારા વદનમાં! રહે નહીં જો દુ:ખ સખણું થઈ હ્રદયમાં ટૂંટિયું વાળી,...
રોજ મને લો મોત મળે છે…
રોજ મને લો મોત મળે છે અને મને એ રોજ છળે છે! આજે આવું કાલે આવું માણસ જેવું એ વર્તે છે કંટાળ્યો છું હું થાક્યો છું મારી હાલત કોણ કળે છે? સાંભળવાને કાન છે ખુલ્લા કહેવા કોને હોઠ મળે છે? સાત ભવોના પાપ ભર્યા છે આ ભવ એનો બોજ રળે છે સખાવતોના નામે ઢોંગી રૂપિયા...

