Vintage Rankaar
Rankaar * MUMBAI SAMACHAR(26-02-2001)

Rankaar * MUMBAI SAMACHAR(26-02-2001)

ડર બહુ મિજાજી લાગણી છે. આપણે ફોર્મમાં હોઈએ તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ ડર ભાગ્યે જ લાગે છે. આપણે અશાંત હોઈએ તો હોરર ફિલ્મ પણ કાળમુખી લાગે છે. દરેકને એવા અનુભવ થાય છે જેમાં ક્યારેક ખોટી બીક અને ક્યારેક વધુ પડતી હિંમત આંખ સામે આવી જાય છે. ડરવાનું શું એવું બોલનાર પણ ઘણીવાર ડરપોક જેવું...
Rankaar * MUMBAI SAMACHAR(11-01-2001)

Rankaar * MUMBAI SAMACHAR(11-01-2001)

મહેમાનને ઈશ્વર ગણવો એ આપણી સંસ્કૃતિમાં જણાવાયેલી એક સુંદર પ્રથા છે. કોઈની સરભરા કરવી કે કોઈના પેટનો ખાડો પૂરવો એ પુણ્યનું કાર્ય ગણાય છે. ગણતરીઓ જ્યાં વહેવાર અને સ્વાર્થ જ્યાં સમજ બની ગઈ છે એવા સમાજમાં આપણે જીવીએ છીએ. માન્યું કે માણસે સૌથી પહેલાં પોતાના સુખને ધ્યાનમાં રાખવું જોઈએ. ખાલી પેટ ધરમ ન થાય એવું...

Rankaar * MUMBAI SAMACHAR

સંતની સમાધિ, ભક્તોની સાધના કે ખુદાના બંદાની નમાઝમાં ક્યારેય નુકસાની કરાવનારું કાંઈ હોતું નથી. કોઈને સહ્રદયી સ્મિત આપીને શત્રુતા જન્મે છે એવું કોઈ વિચારી શકે ખરું? માણસ જો કે લાચાર છે, એ આ દુનિયામાં કશુ જ બદલાવી શકવાને સમર્થ નથી.

Rankaar * MUMBAI SAMACHAR(09-12-1999)

મોગલ બાદશાહ ઔરંગઝેબ અને શિવાજી વચ્ચે કાયમ જ તણાવ પ્રસરેલો રહેતો હતો. એકવાર ઔરંગઝેબે શિવાજીને અટકમાં લઈ લીધાં. આગળની વાર્તા બહુ જાણીતી છે. શિવાજી કઈ રીતે ફળોના કરંડિયામાં બેસીને ઔરંગઝેબની કેદમાંથી છટકી ગયા હતા.

Rankaar * MUMBAI SAMACHAR(23-11-1999)

જાગ્યા પછી જ તમને જ્ઞાન આવે છે કે તમે ઊંઘતા હતા. સૂવું એ કાંઈ માત્ર શારીરિક ક્રિયા નથી, શરીરને ઊંઘવા દેવું એ શરીર માટે જરૂરી છે. એના વિના આપણે રોજિદું જીવન જીવવામાં, અગવડ અનુભવીએ, મનને ઊંઘતું રાખવાની કોઈ જરૂર નથી.

Rankaar * MUMBAI SAMACHAR(18-09-1999)

આપણને ભાગ્યે જ ખબર હોય છે કે વીતેલી કોઈ ક્ષણ આપણા માટે કેટલી અગત્યની હતી, એકાદ સમયે એવું થાય છે કે આપણે કોઈ પણ બે પરિસ્થિતિઓમાંથી એકને સ્વીકારવાની અને એકને નકારવાની હોય છે.

Rankaar * MUMBAI SAMACHAR(15-09-1999)

અમુક જણ એવા હોય છે જેમણે જીવનમાં આત્મસન્માન એટલે શું એ જાણ્યું હોતું નથી. જ્યાં એમની હાજરીથી બીજાઓને કંટાળો આવે, તકલીફ થાય, ત્યાં પણ આ લોકો પરાણે ગરી જતા હોય છે.

Rankaar * 17-03-1999

જરૂરી નથી કે સવાર પડવાની સાથે જ જિંદગી તાજગીમય બની જાય. ઘણીવાર આંખોમાં રાતનો ઉજાગરો હોય અને ઘણીવાર પાછલા દિવસનાં દુ:ખ. એ બધા વચ્ચેય સવાર તો એની ટેવ પ્રમાણે સમયસર આવી જ જાય છે.

Rankaar * MUMBAI SAMACHAR(18-03-1999)

કોઈકની આંખો રડતી હોય છે. કોઈકનું હ્રદય રડે, આંખો ક્યારેક રડે. આંસુનાં ત્રણ કારણ હોઈ શકે. નબળાઈ, દુ:ખ અને સુખ. સૌથી પહેલા નંબરનાં આંસુ, નબળાઈના આંસુ, આપણી પરવશતાનાં પ્રતીક સમાન છે,

Rankaar* MUMBAI SAMACHAR(11-03-1999)

રોમન સમ્રાટ માર્કસ ઑરિલિયસે પોતાના આત્માને સંબંધોને લખેલા વિચારોનાં પુસ્તકનું વિશ્વની અનેક ભાષાઓમાં રૂપાતર થયું છે. એમણે લખેલાં જીવનોપયોગી અવતરણોનું પ્રકાશન એમના અવસાન પછી અનેક વરસો બાદ કરવામાં આવ્યું હતું.

Rankaar * MUMBAI SAMACHAR(03-03-1999)

માણસોની માનસિકતા, મોટાભાગના કિસ્સામાં આથી વિપરીત હોય છે. આપણને આ ઘડીએ ખપનું ન હોય એ તો ઠીક, આવતા સાત ભવ સુધી ખપમાં ન આવે એવી ચીજ પણ આપણે ત્યજી શકતા નથી.

Rankaar *MUMBAI SAMACHAR(27-02-1999)

સંત, ઋષિ કે ઈશ્વરની મહાનતાને વંદન કરવા એમાં કશું જ ખોટું નથી. એ પ્રમાણે જ, અત્યંત અસાધારણ વ્યક્તિ માટે પૂ઼જયભાવ રાખવોય બરાબર છે. પણ હાલતા ને ચાલતા એક અથવા બીજા માણસથી પ્રભાવિત થઈ જવું એ તો કશીક નબળાઈ જેવું જ ગણાય.

Chitika!

WP-Webmoney

Google Page Rank

Page Rank Checker

Fontsforweb.com - free web fonts download. See this Wordpress fonts plugin

Powered By Indic IME
This site is protected by WP-CopyRightPro
Copy Protected by Tech Tips's CopyProtect Wordpress Blogs.