Rankaar * MUMBAI SAMACHAR(03-02-1999)
ચારેકોર વસતા શ્વસતા કરોડો માણસોની વચ્ચે આપણે સૌ આપણામાં અંગત છીએ. અનોખા, અલગ છીએ. બહારની દુનિયા અને આપણી અંગત દુનિયા વચ્ચે ઘણો ફરક છે. બહારની દુનિયામાં આપણે જે મળ્યું એ સ્વીકારીને જીવવાનું હોય છે.
Rankaar *MUMBAI SAMACHAR(18-01-1999)
મગજમાં વિચારોની ભીડ, આંખોમાં ત્રસ્તતાની ભીડ અને અવાજમાં ઓછપના અતિરેકની ભીડ. આવી આ ભીડમાં ઘેરાયેલો માણસ એકાંત અને મૌનની મહત્તા સાવ જ ભૂલી ગયો છે.
Rankaar * MUMBAI SAMACHAR(31-12-1998)
સૂર્ય જ્યારે માથા પર હોય ત્યારે માનવીની ગ્રેટનેસ એના પોતાના પડછાયામાં છતી થાય છે. ખૂબ જ નાની જિંદગી મળી છે આપણને. ડાયનોસોરથી આ ધરતી એક ટાણે ખદબદતી હતી. એ વાતને આજે સાડાછ કરોડ વરસ થઈ ગયા, ઓહ! અને આપણને આ ધરતી પર સાડાછ સદી સુધ્ધાં રહેવા મળતું નથી.
Rankaar * MUMBAI SAMACHAR(18-12-1998)
દીકરીને વળાવતી વખતે મામેરું કરવાની સમસ્યા હોય કે પત્નીના અવસાનની દુ:ખદ ઘડી હોય કે કોઇક સંઘ માટે હૂંડી લખવાનો પ્રસંગ, મહેતાજી દરેક પરિસ્થિતિમાં હળવા રહી શકતા હતા. જે ઈશ્વરે એમનું સર્જન કર્યું હતું એના પર મહેતાજી અપાર વિશ્વાસ હતો.
Rankaar * MUMBAI SAMACHAR(16-12-1998)
દૌલત એક રેત કા ઘર હૈ, સોહરત કા મહેલ ભી કચ્ચા,
ઈન્સાં કા પ્યાર હો જિસ મેં બસ વહી નશા હૈ સચ્ચા.
Rankaar*MUMBAI SAMACHAR(17-12-1998)
સંતાનોને જન્મ આપી દેવાથી કોઈ વ્યક્તિ મા કે બાપ થઈ જતી નથી. એના માટે તો તપ કરવું પડે છે તપ. આખું જીવન એકલવ્યની જેમ આરાધના કરવી પડે છે અને દ્રોણાચાર્ય જેવી કુદરત અંગત સુખનો અંગૂઠો માગે તો પટ દઈને દઈ દેવો પડે છે માબાપે. જગતની બદલાતી જતી રીતરસમમાં માબાપની બાળઉછેરણીની રીત પણ બદલાઈ રહી છે....
Rankaar * MUMBAI SAMACHAR(23-09-1998)
શરીર એક જ હોય, આત્મા એક જ હોય, બધું જ એક જ હોય પણ માણસના સ્વભાવમાં બે-બે બાજુ હોય છે. એક સ્વભાવ છે સારપનો, પ્રેમનો સહકારનો અને બીજો સ્વભાવ છે આથી તદ્દન વિપરીત.
Rankaar * MUMBAI SAMACHAR(12-11-1998)
સૌથી મોટું સુખ છે શ્વાસનું નિરંતર ચાલવું અને આ સુખની સામે દુનિયાનાં તમામ સુખ તુચ્છ અને કંગાળ છે. કોઈ પણ સુખ, દુ:ખ કે સમસ્યાને આપણા વ્યક્તિત્વ પર છવાઈ જવા દેવાની ભૂલ આપણે ક્યારેય ન કરવી.
Rankaar * MUMBAI SAMACHAR(16-10-1998)
વાલિયો લૂંટારો હતો ત્યારે એ વાલ્મીકિ ઋષિ બન્યો ત્યારે એનું શરીર, એની બુદ્ધિમતા અને અન્ય તત્વો બદલાયાં નહોતાં, બદલાયું હતું એમનું મન.
Rankaar * MUMBAI SAMACHAR(31-07-1998)
લાંચ લેતા રહો, લાંચ દેતા રહો, દેશનું શું થશે એ વિચારો નહીં,
છીદ્ર કરતા રહો જેટલાં થઈ શકે? નાવ ડૂબી જશે એ વિચારો નહીં.
Rankaar * MUMBAI SAMACHAR(20-07-1998)
સત્કર્મો કરનાર હંમેશા જગતની ઉપેક્ષાને, નફરતને પાત્ર બને છે. કારણ કે તે સિદ્ધાંતમાં, નીતિનિયમમાં માનનારો હોય છે. ગાંધીજીના ગોળી ખાવી પડે છે. ઇશુ ખ્રિસ્તને શૂળીએ લટકવું પડે છે. સોક્રેટિસને ઝેર પીવું પડે છે.
Rankaar * MUMBAI SAMACHAR(29-07-1998)
અનુભવ છે દરિયાના તોફાનનો, પણ આ રેતીમાં હોડી ખરાબે ચડી છે. એક સત્ય યાદ રાખવાનું કે એક સરખા દિવસ સુખના મર્યાદા પુરુષોત્તમ રામના પણ નહોતા ગયા.

