દાંયે યા બાંયે: થોડે થોડે દુરસ્ત આયે
નિર્માતા: સુનીલ દોશી
દિગ્દર્શિકા: બેલા નેગી
સંગીત: વિવેક ફિલિપ
કલાકારો: દીપક ડોબરિયાલ, માનવ કૌલ, પ્રત્યુષ, ભારતી ભટ્ટ, બદરુલ ઇસ્લામ
રૅટિંગઃ *
સંજય વિ. શાહ
Review in English – DAAYEN YA BAAYEN
રિયાલિટી જેવી રૂક્ષ કે રેશમી ફિલ્મોનો દોર હજી આપણે ત્યાં જામવાનો બાકી છે. જામી જશે, બશર્તે કે એવી ફિલ્મોમાં કથાનક કડક હોય અને રજૂઆત હોય રસાળ. આ ફિલ્મ એ દિશામાં એક આશાસ્પદ પગલું ભરાયું હોય તેવી છે, માઇનસ એની સ્પીડ અને બહુ જ પાતળા મુદ્દા આસપાસ વણાયેલી એની કથા. જો કે દીપક ડોબરિયાલનો અભિનય ચોક્કસ માણવા જેવો છે.
રમેશ મલીજા (દીપક ડોબરિયાલ) મુંબઈમાં ટાંટિયો જમાવવામાં નિષ્ફળ જનાર કવિશ્રી અને લેખકશ્રી છે. સિરિયલો કે ફિલ્મો કશામાં એનો ગજ નહીં વાગતા એ પાછો આવી જાય છે એના નાનકડા ગામ કાંડામાં. ઉત્તરાખંડ રાજયમાં હિમાલયના કોળે રમતું આ ગામ શહેરી જીવનથી ખાસ્સું પાછળ છે. ત્યાં વાહનો નથી કે નથી કોઈને આવડતું કૉમ્પ્યુટર વાપરતા.
રમેશ એકવાર એક ટીવી જિંગલની સ્પર્ધા માટે જિંગલ લખી નાખે છે અને એને એમાં જીત મળવાની સાથે મળે છે એક રૂપકડી કાર ઇનામમાં. બચાળો, કારનો વટવાળો માલિક તો થયો પણ એની કાર એનાઘર લગી પુગે એમ નથી કેમ કે એનું ઘર તો એવી ટેકરી પર છે જ્યાં સુધી પાકો રસ્તો જતો નથી. ઓછામાં પૂરું, કાર આવતા પહેલાં જે ગામમાં એની ખાસ ઇજ્જત નહોતી ત્યાં હવે એ સૌમાં પુછાય છે. બાકી બધું તેલ પીવા જાય પણ રમેશે હવે એની ‘કાર’કારક સ્ટૅટસ જાળવવાવું છે. એ જાળવવામાં એની ઝંઝટ વધે છે, ઉધારી વધે છે, આફતો વધે છે અને વધે છે…
Read complete review at emangrol.com



