દસ તોલા: ઓછા છે આનંદ માણવા
નિર્માતા: કુંવર પ્રેગી આર્ય, સંજય ભટ્ટાચાર્ય, સુષ્મા રેડ્ડી
દિગ્દર્શક: અજોય
સંગીતકાર: ગુલઝાર
સંગીત: સંદેશ શાંડિલ્ય
કલાકાર: મનોજ બાજપાયી, આરતી છાબરિયા, પલ્લવી શારદા, સિદ્ધાર્થ મક્કર, ગોવિંદ નામદેવ, અસરાની, નિનાદ કામત, દિલીપ પ્રભાવળકર, ભારતી આચરેકર, આસિફ બસરા
રેટિંગ: * *
સંજય વિ. શાહ
પ્રયાસ નેક હોય પણ પરિણામ નબળું હોય તો શું થાય? દસ તોલા ફિલ્મ બને, લોકકથાઓ પર આધારિત આ ફિલ્મની વાર્તા સારી છે, સરલ છે અને સખણી રજૂ થઈ હોય તો માણવા જેવી પણ હતી પણ…
સોની શંકર( મનોજ બાજપાયી) એના પાડોશણ સુવર્ણલતાના(આરતી છાબરિયા) લવમાં છે. સુવર્ણના પિતાશ્રી દયા શાસ્રીને( દિલીપ પ્રભાવળકર) શંકર કરતાં રવિ (સિદ્ધાર્થ મક્કર) વધુ યોગ્ય મુરતિયો લાગે છે. દીકરી માટે સુવર્ણો શંકરને યુક્તિ બતાવે છે, ‘મારા વાસ્તે દસ તોલાનો તસતસતો હાર બનાવ. બાપા રાજી થશે, એમને ભરોસો બેસી જશે કે તું મને પૈણવા જેટલો ખમતીધર છે અને સાચવવા જેટલો સક્ષમ છે.’
શંકર બધું દાવ પર લગાડીને હાર તો બનાવી નાખે છે પણ પછી લાગે છે ઝટકો જેના માટે એણે હાર બનાવ્યો એ સુવર્ણો જ એને છેતરી જાય છે…
આખો રિવ્યુ વાચો ઇમૅન્ગરોલ.કૉમ પર * Read complete review at emangrol.com


