હિસ્સ: મલ્લિકા, બાય બાય મિસ
નિર્માતા: ગોવિંદ મેનન, વિક્રમ સિંહ, વિલિયમ સીસ કિનન
દિગ્દર્શક: જેંનીફેર લિન્ચ
સંગીતકાર: ડૅવિડ બ્રાડ બ્રાયન
કલાકાર: મલ્લિકા શેરાવત, ઈરફાન ખાન, જેફ ડ્યુસેટ, દિવ્યા દત્તા, રમણ ત્રિખા
સંજય વિ. શાહ
આ મૂંગી નાગણથી (મલ્લિકા શેરાવત) જેટલા ગામ છેટું જવાય એટલા ચાલ્યા જાવ, ડરીને નહીં, એને ડમ્પ કરીને, હોલિવુડની ડિરેક્ટર જેનીફર લિન્ચનો આ ફિલ્મી લબાચો એટલે મનોરંજનના ગાલ પર સણસણતો તમાચો. પત્રકારોનેય આ ફિલ્મ બતાવવામાં આવી નહીં એનું કારણ હવે સમજાયું, એને બનાવનારા પાસે બતાવવા જેવું કાંઈ હતું જ નહીં.
એક ડફર અમેરિકન ડોસો જ્યોર્જ(જેફ ડ્યુસેટ) મરવા પડ્યો છે, કોઈકની સલાહથી એ નાગમણિ મેળવવા ઈન્ડિયા ગુડાય છે. આંખ સામે નાગ અને નાગણ ક્રિડા કરતાં હોવા છતાં ડોસો નાગને જ ઉપાડી જાય છે. અરે મૂરખના જામ, તારે નાગમણિ માટે કળા કરવાની હતી કે ફિલ્મની વાર્તા જબરદસ્તી ઊભી કરવા?
આખો રિવ્યુ વાચો ઇમૅન્ગરોલ.કૉમ પર * Read complete review at emangrol.com


