Sanjay Dutt in KNOCK OUT

નૉક આઉટ: અધકચરી માજવતથી હિટ વિકૅટ થઈ છે

નિર્માતા: સોહેલ મકલાઈ

દિગ્દર્શકઃ મણિશંકર

કલાકારો: સંજય દત્ત, ઇરફાન ખાન, કંગના રાણાવત, સુશાંત સિંહ, ગુલશન ગ્રોવર

રૅટિંગઃ * ૧/૨

સંજય વિ. શાહ

બાપુજી (ગુલશન ગ્રોવર) અને એના જેવા કેટલાયના હરામના રૂપિયાને સ્વિસ બૅન્કભેગા કરી આપવાનું પુણ્યશાળી કામ કરે છે ટૉની ખોસલા ઉર્ફે બચ્ચુ (ઇરફાન ખાન). એવા માણસોથી ત્રસ્ત અને દેશનું ભલું કરવાની નેમ રાખતો માણસ છે વીર વિજય સિંહ ધ મિસ્ટ્રી મૅન (સંજય દત્ત). મિસ્ટ્રી મૅનને ચાનક ચડી છે કે ટૉની જાહેરમાં એનાં ગંદાં લુગડાં ધૂએ અને પૈસાખાઉ પૉલિટિશિયન્સની પોલ ઉઘાડી પાડે. એક દી’ ટૉની એની આદત મુજબ ફૉન બૂથમાં જઈ આદત મુજબ કામે ચડ્યો છે ત્યાં મિસ્ટ્રી મૅન એને પબ્લિક ફૉન પર ટ્રિંગ ટ્રિંગ કરે છે. બસ, પછી બેઉ વચ્ચે ચાલે છે જુગલબંદી. બેઉ એકમેકને મળ્યા નથી પણ વાર્તાને એના ધી એન્ડ સાથે મળાવીને રહે છે.

Kangna Ranaut in KNOCK OUT

ફૉન બૂથ ફિલ્મની નકલ? માત્ર ફૉન બૂથનો ઉપયોગ વાર્તામાં સારા માધ્યમ તરીકે કરવા માટે. અ વૅડનસડૅ જેવી ફિલ્મ? ઘણે અંશે. જુઓને, અહીં પણ રાષ્ટ્રીય મુદ્દો છે, પત્રકાર નિધિ (કંગના રાણાવત) છે, પોલીસમેન વિક્રમ (સુશાંત સિંહ) છે અને હા લે, દેશદાઝ ચડાવતા ડાયલોગ્સ પણ છે. પણ ઇન્ટરવલ સુધી ફિલ્મમાં દમ નથી તેનું શું? અમુક સુંદર ટુકડાને બાદ કરતાં બધું મોળું મોળું છે તેનું શું? સાચું કહું તો ઇરફાનના દમદાર અભિનય વિના આ ફિલ્મનું શું થાત તે એક પ્રશ્ન છે.

Click here to read complete review at emangrol.com

Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel