રક્ત ચરિત્ર: વળી ખીલ્યું રામુચરિત્ર

Vivek plays Paritala Ravi in RAKTA CHARITRA

નિર્માતા: શીતલ વિનોદ તલવાર, મધુ મન્ટેના, ચિન્ના વસુદેવ રેડ્ડી, રાજકુમાર

દિગ્દર્શક: રામ ગોપાલ વર્મા

સંગીતકાર: સુખવિંદર સિંહ, ઈમરાન-વિક્રમ, બાપી-ટુટુલ

કલાકાર: વિવેક ઓબેરોય, શત્રુઘ્ન સિંહા, અભિમન્યુ સિંહ, સુશાંત સિંહ, ઝરીના વહાબ, આશિષ વિદ્યાર્થી, અનુપમ શ્યામ, અશ્વિની કળસેકર, સુસ્મિતા મુર્ખજી

રેટિંગઃ * * *

સંજય વિ. શાહ

સત્યા, કંપની, સરકાર, અંડરવર્લ્ડ, ખૂનામરકી, રાજકરણ ને હાહાકાર. રામુને બ્લેક ફિલ્મો, તીવ્રતાસભર ફિલ્મો, તંગ પાત્રો અને રિયલિસ્ટિક રજૂઆત એ બધા સાથે સારી લેવાદેવા છે. જો કે એની પાછલી ઘણી ફિલ્મો પડદે લેવાઇ ગઈ કેમ કે એ સાવ ઊતરતી કક્ષાની હતી. રક્તચરિત્રથી એ જાણીતા ઝોનમાં જઈને ઝમકદાર ઈનિંગ્સ રમે છે.

વેલકમ બેક ટુ એન્ટરટેઈનમેન્ટ, રામુ અને રામુચરિત્ર એટલે જ રામુની ફિલ્મમેકિંગની આગવી સ્ટાઈલનું ચરિત્ર. છ-સાત ડઝન મર્ડરવાળી આ ફિલ્મ જોઈને, આ રિવ્યુ ઉપરાંત ખૂન કરવાની સો રીતનો લેખ પણ લખી શકાય તેમ છે. એ કામ રહેવા દેવા જેવું છે. તલવાર, દાતરડું, રિવોલ્વર, રાઈફલ, કોયતો, મશાલ, ખડક… દરેકથી રક્તચરિત્રમાં કોઈક ને કોઈક હણાય છે. વાત છે દુશ્મનાવટની, જેનો જન્મ થયો છે વીરભદ્ર (રાજેન્દ્ર ગુપ્તા) અને એના દીકરા શંકરની (સુશાંત સિંહ) હત્યા પછી. હત્યા કરાવે છે નાગમણિ રેડ્ડી ( કોટા શ્રીનિવાસ રાવ) અને આદેશ આપે છે એના રાજકરણી બોસ નરસિંહ રેડ્ડી (રાજા કૃષ્ણમૂર્તિ).

Check movie still RAKHT CHARITRA

An interview with Vivek Oberoi for RAKTA CHARITRA PARI I

ભાઈ-પિતાની હત્યાનો બદલો લેવા પ્રતાપ (વિવેક ઓબેરોય) ભણતર પડતું મૂકીને જંગ છેડે છે. રેડ્ડીઝ સહિત પોતાની પછાત જ્ઞાતિના ગદ્દાર મંદા (આશિષ વિદ્યાર્થી), નવી પેઢીના રેડડી ‘રાક્ષસ’ ભુકકા (અભિમન્યુ સિંહ) સહિત સૌને એ બેરહેમીથી પતાવી નાખે છે.
.
.
ભુક્કા મરતા પહેલાં એના ભાઈ પુરુને (વિશ્વજીત પ્રધાન) ચૂંટણી જીતાવવા ઈચ્છે છે. એમાં એ એક્ટર ટર્ન્ડ પોલિટિશિયન શિવાજી રાવની (શત્રુઘ્ન સિંહા) નારાજગી વહોરી લે છે. સિંહને જેર કરવા સિંહ જોઈએ એ નાતે શિવાજી પ્રતાપને રાજકારણના મેદાનમાં લાવે છે અને…
.
.
VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel