રામાયણ ધ એપિકઃ એમેનિમેશન ઉત્તમ પણ…

A stillfrom RAMAYANA THE EPIC

નિર્માતા: દીપા સાહી, નીરજ ભુખનવાલા

દિગ્દર્શકઃ ચેતન દેસાઈ

વૉઇસઑવર્સઃ મનોજ બાજપાયી, જુહી ચાવલા, વિન્દુ દારા સિંહ, મુકેશ રિશી

રૅટિંગઃ * * *

સંજય વિ. શાહ

Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper

નયન નહીં આંખો,ભ્રાતાશ્રી નહીં ભાઈ, પ્રતીક્ષા નહીં રાહ, બાલક નહીં બચ્ચા… આપણી પુરાનકથાઓની ફિલ્મી અને ટેલિવિઝન રજૂઆતમાં આપણે આજ સુધી જે ભાષા સાંભળી છે એ આ એનિમેટેડ ફિલ્મમાં નથી. એની ભાષા મૉડર્ન છે, બોલચાલની છે. “ક્યા બકવાસ કર રહી હૈ?” એવો સંવાદ પણ છે કૈકેયીના મુખે, સૉરી, મોઢે. એક પૉપ સૉન્ગ જેવું ગીત પણ છે રાવણોના દેશ કિષ્કીંધામાં. આંખોને સુખ આપતા ટૅક્નિકલ વર્કવાળી કેતન મહેતાની આ ફિલ્મમાં રામાયણની મહાકથા કહેવાઈ પણ છે નવી રીતે. કેવી રીતે?

બે જણ વચ્ચે થાય છે સંવાદ, લાઇક સૂત્રધાર. એક હતું અયોધ્યાનું રાજ્ય. એના રાજા હતા દશરથ. ફટાફટ, ફટાફટ, ફટાફટ… રામ સહિત દશરથના ચારેય સંતાનોનો જન્મ, શિવનું ધનુષ ઊઠાવી, તોડી રામ અને સીતાનાં લગ્ન વાયા સ્વયંવર અને એયને જો, રામ તૈયાર છે વનવાસે જવા. ગમ્યું? રામાયણ એવી કથા છે, એવો ગ્રંથ છે જેમાં ભારોભાર અદભુત દ્રશ્યો છે. એમાંથી ડિરેક્ટરે ચુનંદાં દ્રશ્યો લઈને પોતાની આગવી સમજણ મુજબ ફિલ્મને રજૂ કરી છે. વાર્તાની વાતચીત આ ફિલ્મ પૂરતી ના કરીએ તો કોઈ વાંધો કોઈને ના હોવો જોઈએ, રાઇટ? વાત કરીએ બાકીની બધી, ટૅક્નિકલ અને સારાં-નરસાં પાસાંની…

Click here to read the complete review at emangrol.com

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel