જેના નક્ષત્ર ખરાબ, એ જુએ આ રકાસ
નિર્માતા: રવીન્દ્ર સિંહ
દિગ્દર્શક: મોહન સાવલકર
કલાકારો: શુભ મુખર્જી, સબીના શીમા, અનુપમ ખેર, મિલિંદ સોમણ
રૅટિંગ: *
સંજય વિ. શાહ
અજય (શુભ મુખર્જી) નામનો આ ઊગતો લેખક મનફાવે ત્યારે ઝળહળતો ટૅક-માસ્ટર બની જાય છે! કરોડોનો નૅકલેસ જે મ્યુઝિયમમાં પ્રદર્શન કાજે મુકાયો છે એના બબ્બે અકલ્પનીય પાસવર્ડ એ મસ્તી મસ્તીમાં ક્રૅક કરી નાખે છે. એની લખેલી સ્ક્રિપ્ટ મુજબ ચાર ચતુરો આ નૅકલેસ ચોરી નાખે છે અને ઇન્સપૅક્ટર ગુપ્તે (મિલિંદ સોમણ) ચાલુ સગાઈએ અજયને જેલભેગો કરી નાખે છે. ઊફ્ફ.
આટલું ઓછું હોય તેમ એની પ્રિયતમા જિયા (સબીના શીમા) એવી સૉફ્ટવેર એક્સપર્ટ છે કે એ ગમે તે વૅબસાઇટ હૅક કરી નાખે છે, ટ્રાફિક ડિપાર્ટમેન્ટની વૅબસાઇટ પણ! આ નક્ષત્ર ફિલ્મના નક્ષત્ર કોઈક ખોટા ગ્રહમાં જ ભમી રહ્યા છે. ડિરેક્ટર સાહેબે પોતે જ એની મનઘડંત કથાબથા લખી નાખીને લોચાલબાચા કરી નાખ્યા છે. નૅકલેસ કોને ચોર્યો અને કેવી રીતે ચોર્યો? નાનું બચ્ચું પણ નૅકલેસ ચોરાયાની સાથે કહી દે, “અંકલ અંકલ, શરદ (અનુપમ ખેર) ચોર છે. પણ રે નસીબ, એના માટે જોનારને જોરદાર ઠેબે ચડાવાય છે.
આખો રિવ્યુ વાચો ઇમૅન્ગરોલ.કૉમ પર * Read complete review at emangrol.com



