પતિયાલા હાઉસ: સ્મૉલ પૅગ જેટલીયે ના ચડે?

A still from PATIALA HOUSE

નિર્માતા: ભુષણ કુમાર, મુકેશ તલરેજા, કિશન કુમાર, ટ્વિંકલ ખન્ના, ઝોએબ સ્પ્રિંગવાલા

દિગ્દર્શક: નિખિલ અડવાણી

રૅટિંગ: * ૧/૨

સંજય વિ. શાહ

નાનકડા ગામડામાં હોય એટલી વસતિ છે આ પતિયાલા હાઉસમાં. આખી ફિલ્મ જોયા પછી પણ માથાં ગણી બતાવો તો એકનો દસ ભાવ દીધો. છે આ આખું એક ફૅમિલી, જેની કડક અને સરમુખત્યારશાહી જેવી કૅપ્ટનશિપ કરે છે ગુરતેજ સિંહ (રિશી કપુર). ફૅમિલીના બીજી, ત્રીજી પેઢીના પ્રતિનિધિઓ એમના જ ઑર્ડર મુજબ અણગમતા પ્રૉફેશનને પરણી ગયા છે. જેને શૅફ બનવું છે એ દીકરો ચાણસીમાં જલેબીઓ શણગારે છે અને જેને ક્રિકેટર બનવું હતું એ દીકરો પરગટ ઉર્ફે ગટ્ટુ (અક્ષય) ચલાવે છે નાનકડો સ્ટોર. આ પંજાબી ફૅમિલી રહે છે લંડનના મિની પંજાબ સાઉથૉલમાં.

Published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper

Akshay Kumar in PATIALA HOUSE

ચેતન ભગતની એક નૉવેલમાં અલી નામના કિશોર પાસે અસીમ બૅટિંગ ટૅલેન્ટ છે, અહીં ગટ્ટુ પાસે એવી જ બૉલિંગ કરવાની ત્રેવડ છે. પણ લંડનમાં વસવા જતી વખતે ગોરાવના ગુસ્સાનો ભોગ બનેલા ગુરતેજ એ ગુસ્સો દીકરાની ઇચ્છા પર કાઢે છે અને એને ધરાર ઇંગ્લિશ ક્રિકેટ કૅપ પહેરવા દેતા નથી. એમને લાલા અમરનાથ બહુ ગમે પણ કોઈ દી એવો વિચાર ના આવે કે બ્રિટિશ સિટિઝન દીકરાને ઇંડિયા મોકલી, ત્યાંને કરીને ઇન્ડિયન ટીમમાં રમવા મળે એવું કાં’ક કરીએ. એમાંને એમાં ગટ્ટુ ચોંત્રીસ દીવાળી ઉલાળી ગયો છે. ફૅમિલીની નવી પેઢીના તિરસ્કારનું કેન્દ્ર બન્યો છે કેમ કે એ બાઉજીનો કહ્યાગરો પણ ડફોળ લાગે એ હદે ભોળો રહી ગયો છે. પાછો રાત્યુંની રાત્યું એ નૅટ પ્રેક્ટિસ કરે છે, લો બોલો!

Read complete review @ emangrol.com

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel