ડર બહુ મિજાજી લાગણી છે

ડર બહુ મિજાજી લાગણી છે. આપણે ફોર્મમાં હોઈએ તો ખરાબમાં ખરાબ સ્થિતિમાં પણ ડર ભાગ્યે જ લાગે છે. આપણે અશાંત હોઈએ તો હોરર ફિલ્મ પણ કાળમુખી લાગે છે. દરેકને એવા અનુભવ થાય છે જેમાં ક્યારેક ખોટી બીક અને ક્યારેક વધુ પડતી હિંમત આંખ સામે આવી જાય છે. ડરવાનું શું એવું બોલનાર પણ ઘણીવાર ડરપોક જેવું વર્તન કરી બેસે છે. મને તો બહુ બીક લાગે હં એવું બોલનાર પણ કયારેક ફિલ્મી હીરો જેવી બહાદુરી કરી બ્વેસે છે. સુખ કે દુ:ખની માત્રામાં થતી વધઘટ પણ સ્વાભાવની આ અકળ રમત મુજબ ખરી કે ખોટી રીતે વધે અથવા ઘટે છે. આવું શા માટે થાય છે એ તો અભ્યાસનો વિષય છે. પણ આવું થાય છે એટલે એક વાત નક્કી કહી શકાય કે અનેક પરિસ્થિતિઓમાં આપણે ધારીએ તો લાગણીના કૃત્રિમ ઉછાળા પર લગામ તાણી શકીએ છીએ. વાહનોના જેટલા અકસ્માત થાય છે એનાથી અનેકગણા અકસ્માત ચાલકોની સમયસૂચકતાને લીધે ટળી જાય છે. ભીડમાં ચાલતી વ્યક્તિ જેટલી વાર કોઈકથી ભટકાઈ જાય છે એનાથી ક્યાંય વધારે વખત એ નકામી અથડામણ ટાળી જતી હોય છે. વાતનું તાત્પર્ય એ છે કે ડર હોય કે ખુશી, દુ:ખ હોય કે પીડા, માનવી ધારે તો એના પ્રમાણને બેહદ વધી કે ઘટી જતા બેશક અટકાવી શકે છે. ઓલરાઉન્ડર એને કહેવાય જે દરેક વખતે ઉપયોગી પ્રદાન કરી શકે. લાગણીઓ પર જેનો કાબૂ હોય એ માણસ ખરા અર્થમાં ઓલરાઉન્ડર બને છે. ધ્યાનમાં રાખજો આ વાત.

- કલ્પના જોશી

(As published in MUMBAI SAMACHAR, Asia’s oldest newspaper)

(Photo caurtesy http://bit.ly/de2cbA)

[ad#Tell A Friend]

[ad#Amazon Ads]

VN:F [1.9.10_1130]
Rating: 0.0/10 (0 votes cast)
VN:F [1.9.10_1130]
Rating: 0 (from 0 votes)
Related Posts with Thumbnailspixelstats trackingpixel