નાથદ્વારા બદલાઈ રહ્યું છે.
ઠાકોરજીના નગરમાં 369 ફૂટની શિવજીની વિશ્વાસ સ્વરૂપમ પ્રતિમા અનાવરિત થઈ એટલે આવું નથી લખ્યું. એ બેશક સોનામાં સુગંધ ભળવા જેવું છે. મુકેશભાઈએ દેશમાં ફાઇવ-જી ટેક્નોલોજી સૌપ્રથમ નાથદ્વારામાં લૉન્ચ કરી એટલે પણ આવું નથી લખ્યું. નાથદ્વારા ધીમી પણ મક્કમ ગતિએ નવો અવતાર લઈ રહ્યું છે. ઘણું બઘું હજી ઠેરનું ઠેર છતાં ઘણાં પરિવર્તન અને સુધારા દેખીતાં છે.
નાથદ્વારા…
વૈષ્ણવોના સૌથી લાડલા શ્રીનાથજી. કૃષ્ણ ભગવાનનું સાત વરસનું સોણલું સ્વરૂપ શ્રીનાથજી. બનાસ નદીના કાંઠે આવેલા નાથદ્વારાનું નામ ક્યારેક, મુદ્દે સત્તરમી સદીમાં સિંહદ હતું. સિંહદ ગામે શ્રીનાથજી વસ્યા અને એ નાથદ્વારા બન્યું.
નાથદ્વારા જવું મનને પ્રફુલ્લિત કરે છે. એની હવામાં કંઈક તો છે જે નિરાંત કરાવે અને નિરાશા દૂર ભગાવે છે. જીવન રિચાર્જ કરવા જ્યાં પરમાત્મા, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વ સાથે નિકટતા અનુભવાય એવા નાથદ્વારા જેવા સ્થળે જવાની આપણી વૃત્તિ પોકળ થઈ રહી છે. થેન્કફુલી, હું એ પેઢીનો પ્રતિનિધિ છું જેને મન શહેરની ભૌતિકતાભરી લહેર સર્વસ્વ નથી. ગામડું, પર્યાવરણ, સરળતા, સમતા જેવી બાબતો મને 2022માં પણ સાચી મિરાત લાગે છે.
આ વખતની નાથદ્વારાની જાત્રા પણ ખાસ રહી. રાજસમંદ જિલ્લાના આ નાનકડા નગરમાં જાત્રાળુઓ માટે બહેતર સુવિધાઓ ઊભી કરવા ફાઇનલી કમર કસવામાં આવી છે એ જણાઈ આવે છે. દર્શન કરવામાં પડતી હડિયાપટ્ટી ઓછી થયાનું સાનંદાશ્ચર્ય અને ખુશી પણ થઈ. છેલ્લા થોડા સમયથી જોકે એવાં ધર્મસ્થળોએ જવાનું માંડી વાળવાનો સ્વભાવ કેળવ્યો છે જ્યાં દર્શન ઓછાં અને હડિયાપટ્ટી ઝાઝી હોય. ત્યાં વસતા ભગવાનને મનોમન ભજી લઉં અને સમજું કે જાત્રા થઈ ગઈ. ભગવાને એવું ક્યાંય ફરમાવ્યું નથી કે દર્શન કરવા ત્રાસ સહન કરવાનો. કણકણમાં ભગવાનની સંસ્કૃતિવાળા દેશમાં કોણે કહ્યું કે ચોક્કસ જગ્યાએ જ ભગવાન બિરાજે છે?
- ફુજૈરાહમાં સ્નોર્કેલિંગ અને સ્કુબા ડાઇવિંગની સગવડો છે. ફુજૈરાહ ફોર્ટ અને મ્યુઝિયમ પણ છે. મ્યુઝિયમનું એક મુખ્ય આકર્ષણ શાહમૃગનું ઇસવી સન પૂર્વે અઢી હજાર વરસ જૂનું ઇંડું છે.
- ફુજૈરાહ એરપોર્ટનો ઉપયોગ મુખ્યત્વે માલની હેરફેર માટે થાય છે. પાકિસ્તાન એરલાઇનની પેસેન્જર ફ્લાઇટ્સ એની સાથે કનેક્ટેડ છે. આપણે ત્યાંથી ફુજૈરાહની ફ્લાઇટ શરૂ થવાની છે.
- ફુજૈરાહની શેખ ઝાયેદ મસ્જિદમાં એકસાથે 28,000 ભાવિકો બંદગી કરી શકે છે. એની શ્વેત ઇમારત શહેરનાં અનેક સ્થળોથી દેખાય છે.
- યુએઈની રિયલ એસ્ટેટ હમણાં સુધી મંદીગ્રસ્ત હતી. લૉકડાઉનને લીધે સરિયામ નિષ્ફળ ગયેલા દુબઈ એક્સ્પોથી એની ઇકોનોમીને જબરદસ્ત ફટકો પડ્યો હતો. આજે લગભગ બધી ઇમારતોમાં ઘર અને ઑફિસ ભાડે આપવા છેનાં હોર્ડિંગ્સ અને બોર્ડ્સ છે. કોરોના પછી યુએઈ ઝડપભેર બેઠું થઈ રહ્યું છે. એને લીધે ભાડાં વધવા માંડ્યાં છે.
- દુબઈનો રાજવી પરિવાર જેમાં રહેતો એ ઇસવી સન 1986માં બનેલું એમનું મૂળ ઘર બર દુબઈમાં છે. શેખ સઇદ અલ મખ્તોમ હાઉસ એનું નામ. આજે એ શિંદાઘા મ્યુઝિયમ છે. મ્યુઝિયમ સવારે આઠથી રાતે સાડાઆઠ ખુલ્લું રહે છે. શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે ખુલે છે. પ્રવેશ ફી 15 દિરહામ છે. કોરોના પછી મ્યુઝિયમ હજી ખુલ્યું નથી.
- મીના બાઝાર એટલે દુબઈનો જૂનો શૉપિંગ વિસ્તાર. ગોલ્ડ સૂક નામે સોનાની અલગ બજાર બજાર પણ છે. લૉકડાઉનમાં મીના બાઝારની દુકાનો પાણીના ભાવે મળતી હતી. વેપારીઓ ભીંસમાં હતા. આજે દુકાનોનાં ઓન બોલાય છે. ઓન એટલે ગમતી દુકાન ભાડે લેવા અઆનંદભરી આપવાનું તગડું વન ટાઇમ પેમેન્ટ. એ એક લાખ દિરહામ (આશરે બાવીસ લાખ રૂપિયા)થી પાંચ લાખ દિરહામ કે વધારે હોઈ શકે છે.
- સોનાની ખરીદી માટે દુબઈ જાણીતું છે. ત્યાં સોનાનો ભાવ પ્રમાણમાં ઓછો છે. બીજો પ્લસ પૉઇન્ટ ગુણવત્તાનો છે. સોનાની દુકાનોમાં સરકારે જાહેર કરેલો સોનાનો દૈનિક ભાવ દર્શાવતાં બોર્ડ હોય છે.
- મસાલા ખરીદવા માટે દુબઈ જાણીતું છે. ખરીદો તો એવા મસાલા કે જે આપણે ત્યાં ઓછા મળતા હોય, અથવા જેના ભાવ આપણા કરતાં સારા એવા ઓછા હોય.
- દુબઈ મેટ્રોમાં ખાવાપીવાની છૂટ નથી. નિયમભંગ કરો તો 100 દિરહામ દંડ છે. કોણ જોવાનું એવા ભ્રમમાં પણ નહીં રાચતા. કેમેરા અને એના પર નજર રાખનારા બેઉ ચાંપતાં કામ કરે છે. (ક્રમશ:)
દુબઈ ઢુંકડું છે. કારકિર્દીની તકો પૂરી પાડતું વાઇબ્રન્ટ શહેર છે. અબુધાબી અને શારજાહ સહિત એ ભારતીયો માટે આર્થિક પ્રગતિ સાધવા ઉપલબ્ધ ઉપયુક્ત સ્થાન છે. દુબઈના વિઝા સહેલાઈથી પ્રાપ્ય છે. ત્યાં સુધી કે નોકરી શોધવા પણ જઈ શકાય અને નોકરી મળ્યા પછી વસવાની ચિંતા શરૂ કરી શકાય. આવી અનુકૂળતા અમેરિકા કે યુરોપમાં નથી. યુએઈની વસતિમાં માત્ર અગિયાર ટકા સ્થાનિકો છે. બાકીના 89 ટકા બહારના છે. આરબોએ વિચારશીલ રીતે દેશની પ્રગતિની બ્લ્યુપ્રિન્ટ તૈયાર કરી છે. તેએથી તો દર એક આરબે નવ વિદેશીઓ માટે યુએઈ આવક અને વસવાટનો ઉત્તમ વિકલ્પ બન્યું છે. કરોડથી ઓછી વસતિવળા યુએઈમાં સેટલ થવા ઇચ્છનારાએ યુએઈનો, ખાસ તો દુબઈનો વિચાર કરવામાં કાંઈ ખોટું નથી.
મારાં ઘણાં સ્વજનો યુએઈમાં છે. કોઈક દુબઈમાં, કોઈક શારજાહ, કોઈક અબુધાબીમાં છે. એટલે શક્ય તેટલાને મળી ગમતાનો ગુલાલ કર્યો. બહેન દર્શિતા એમાંની એક. મારાં માસીની એ દીકરી. એને ફોન કર્યો કે મળવા આવવું છે. અમે નિયમિત સંપર્કમાં નથી. હા, ફેમિલી વ્હોટ્સએપ ગ્રુપથી કનેક્ટેડ ખરા.
દુબઈ જનારના મનમાં જે જગ્યાએ જવાની તાલાવેલી હોય એવી એક જગ્યા બુર્જ ખલીફા છે. 829.8 મીટર કે 2,717 ફૂટ ઊંચી આ ઇમારત હાલમાં દુનિયાની સૌથી ઊંચી ઇમારત છે. એનો રેકોર્ડ તોડે એવી પ્રસ્તાવિત અને અંડર કન્સ્ટ્રક્શન ઇમારતોમાંની એક સાઉદી અરેબિયાની જેદ્દાહ ટાવર છે. એનું બાંધકામ હમણાં ખોરંભે ચડેલું છે. એના અને બુર્જ ખલીફાના ડિઝાઇનર કે આર્કિટેક્ટ એક જ છે. બીજી પ્રસ્તાવિત ઇમારત દુબઈ ક્રીક ટાવર છે જે બુર્જ ખલીફાથી અગિયારેક કિલોમીટરના અંતરે બનશે. જેદ્દાહ ટાવર એક કિલોમીટર ઊંચો અને દુબઈ ક્રીક ટાવર 1,345 મીટર ઊંચો હશે. આપણું સ્ટેચ્યુ ઓફ યુનિટી 182 મીટર ઊંચું છે. એક માથે એક 7.40 સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય તો એક દુબઈ ક્રીક ટાવર બને. ગગનચુંબી અને સીમાચિહ્નરૂપ ઇમારતોના મામલે મિડલ ઇસ્ટના દેશો એકમેક અને આખી દુનિયા સાથે સ્પર્ધા કરી રહ્યા છે…
એક આડ વાત. સાઉદી અરેબિયાના તાબુક પ્રાંતમાં નેઓમ સિટી નામનો અકલ્પનીય અને વિવાદાસ્પદ પ્રોજેક્ટ આકાર લઈ રહ્યો છે. એમાં કાચની બાહ્ય ભીંતોવાળી બે સમાંતર ઇમારતો હશે, જેમનું નામ છે ધ લાઇન. એ લંબાઈમાં 170 કિલોમીટર (હા, 170 કિલોમીટર),પહોળાઈમાં માત્ર 200 મીટર એટલે કે 660 ફૂટ હશે. ઊંચાઈ હશે 500 મીટર એટલે 1,600 ફૂટ. એમાં કુલ ત્રણ લેવલ હશે. જમીન પરનું લેવલ માણસોની આવજા માટે હશે. એની નીચે પહેલું અંડરગ્રાઉન્ડ લેવલ માળખાકીય સુવિધાઓ માટ અને નીચે ત્રીજું લેવલ હાઈ સ્પીડ ટ્રેન માટે હશે. પ્લાનિંગ અનુસાર 2030માં આ ઇમારત જો તૈયાર થઈ જાય તો એ અનેક રીતે અજાયબી હશે. એમાં વાહનો નહીં હોય. શહેરમાં કશે પણ રહેતી વ્યક્તિ માટે દરેક સુખસગવડ કે જરૂરિયાતની ચીજ પગપાળા પાંચ મિનિટ કે ઓછા અંતરે ઉપલબ્ધ હશે. પર્યાવરણના મામલે એ નિસર્ગનો ખજાનો હશે. આખી ઇમારતની વીજળીની જરૂરિયાત માત્ર અને માત્ર રિન્યુએબલ એનર્જીથી પૂરી પાડવામાં આવશે. એમાં પ્રતિ કિલોમીટર 2,60,000 માણસો વસતા હશે. વિશ્વના હાલના સૌથી ગીચ એવા ફિલિપાઇન્સના મનીલા શહેરમાં પ્રતિ કિલોમીટર 44,000 માણસો રહે છે. કલ્પના કરો કે સાઉદીના શાસકોએ કેવી ઇમારત પ્લાન કરી છે. આ ઇમારત બને જશે ત્યારે વિશ્વની સૌથી ઊંચી ઇમારતોમાં બારમા સ્થાને હશે.