‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ ફિલ્મે પાયલ કાપડિયાને લાઇમલાઇટમાં લાવી દીધી છે. ઘણાને એમ હતું કે ‘લાપતા લેડીઝ’ને બદલે આ ફિલ્મને આપણે ઓસ્કારમાં મોકલવાની જરૂર હતી. વાંચો આ લેખ અને જાણો વધુ વિગતો
આ ફિલ્મે સાડાત્રણ ડઝનથી વધારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મેદાન માર્યું છે. 2024ની આ ફિલ્મે આપણને પાયલ કાપડિયા નામની દિગ્દર્શિકાનો પરિચય કરાવ્યો છે. ફિલ્મની ભાષા મલયાલમ છે. ફિલ્મમાં મરાઠી, હિન્દી, અંગ્રેજી અને પ્રારંભમાં ગુજરાતી સંવાદ પણ આવે છે.
આ ફિલ્મને ભારતની ઓસ્કારમાં સત્તાવાર એન્ટ્રી બનાવવા અમુક સર્જકોએ ભલામણ કરી હતી. એવું નથી થયું એ અલગ વાત છે. ભારતે મોકલાવી ‘લાપતા લેડીઝ’. ઘણાને પ્રશ્ન થશે કે જેને દુનિયાએ વખાણી એવી આ ફિલ્મને આપણે કેમ ઓસ્કારમાં નહીં મોકલી? તો, ફિલ્મનું નામ છે ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’. હવે જાણીએ ફિલ્મમાં શું છે. અરે હા, ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર આવી છે.