Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Home
Articles
    Rankaar
    Entertainment
    Travel
    Literature
    Other
About
Contact
Sanjay V Shah - Author, Journalist
  • Home
  • Articles
    • Rankaar
    • Entertainment
    • Travel
    • Literature
    • Other
  • About
  • Contact
Entertainment

ઘરપડદે આવી છે નવી ફિલ્મો

December 8, 2023 by egujarati No Comments

ભાષા અને વિષયોનું વૈવિધ્ય ધરાવતી લેટેસ્ટ ફિલ્મો ઓટીટી પર જોવા સજ્જ રહો. કોઈક ફિલ્મ વખણાયેલી છે તો કોઈક છે નવતર વિષયવાળી. શું જોવું એ ઠરાવો આ લેખ વાંચીને

 મોટા પડદે બધી ફિલ્મો સફળ રહે એ શક્ય નથી. એ ફિલ્મો ઓટીટી પર આવે ત્યારે એમનું નસીબ ડિટ્ટો મોટા પડદા જેવું જ, સફળ કે નિષ્ફળ સાબિત થાય એ જરૂરી નથી. બની શકે કે બોક્સ ઓફિસ પર નહીં ચાલેલી ફિલ્મ ઓટીટી પર સફળ રહે. એનાથી ઊંધું પણ બની શકે છે. વીકએન્ડમાં ઘેરબેઠા કોઈક ફિલ્મ જોવાનો વિચાર કરવા માટે હાલમાં ઓટીટી પર આવેલી ફિલ્મોની વાત કરીએ.

 

ઘૂમરઃ રિલીઝ પછી આ ફિલ્મનાં ખાસ્સાં વખાણ થયાં હતા. અમુકે એને અભિષેક બચ્ચનના સર્વશ્રેષ્ઠ અભિનયવાળી ફિલ્મ કહી હતી. સંયમી ખેર માટે એ અત્યંત મહત્ત્વની ફિલ્મ હતી. આર. બાલ્કી (ચીની કમ, પા, શમિતાભ) જેવી ફિલ્મોના વિચારવંત દિગ્દર્શકની ફિલ્મ તરીકે એ એ બહેતર હશે એવું કલ્પી લેવું ખોટું નહોતું. એવોર્ડ્સ પણ એ ખાસ્સા જીતી. સૌથી મહત્ત્વનો હતો શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ. આ ફિલ્મ ઝીફાઇવ પર આવી છે. શબાના આઝમી, અંગદ બેદી જેવાં કલાકારો એમાં છે. બોનસમાં અમિતાભ બચ્ચન મહેમાન કલાકાર છે. બે કલાકથી થોડી લાંબી ફિલ્મનો વિષય મજાનો છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારી ક્રિકેટર એકાએક અકસ્માતમાં જમણો હાથ ગુમાવતાં ટીમ બહાર ફેંકાઈ જાય છે. પછી એક ક્રિકેટર, જેને એક જ મેચમાં દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી હતી, એ આ ખેલાડીને ફરી ટીમમાં સ્થાન અપાવવા એનું કોચિંગ આપે છે અને… ભલે એ અદભુત ફિલ્મ નથી પણ જોવા જેવી તો છે.

 

ધક ધકઃ તાપસી પન્નુ જેની સાથે નિર્માત્રી બની એ આ ફિલ્મ. લેખક-દિગ્દર્શક તરુણ દુદેજાની ફિલ્મ ટ્રાવેલ વિશે છે. એમાં રત્ના પાઠક શાહ, દિયા મિર્ઝા, ફાતિમા સના શેખ, સંજના સાંઘી મુખ્ય પાત્રોમાં છે. પ્રવાસને વિષય તરીકે ખેડનારી સૂરજ બડજાત્યાની ઊંચાઈ ફિલ્મ પણ આવી હતી. એ ઠીકઠીક હતી. અહીં વાત છે ચાર મહિલાઓની જે દુનિયાના સૌથી ઊંચાઈએ આવેલા રસ્તે બાઇકના પ્રવાસે નીકળી પડે છે.  આવું સાહસ હોય ત્યાં અનુભવોથી લઈને પડકારો સુધી બધું હોય. દિલ્હી, મનાલી, લેહ, લદાખ જેવાં સ્થળોએ એનું શૂટિંગ થયું છે. માત્ર મહિલા બાઇકર્સ અને ઓછા ખેડાતા વિષયની ફિલ્મ ધ્યાન ખેંચવાની જ. બોક્સ ઓફિસ પર ભલે એ ચાલી નહીં પણ ઓટીટી પર જોવામાં કશો વાંધો નથી. જુઓ નેટફ્લિક્સ પર.

 

વલેતી – ટેલ ઓફ ટેઇલ્સઃ આ એક મલયાલમ એડવેન્ચર, રોમાન્સ અને કોમેડી ફિલ્મ છે. નોખી એટલે છે કે એમાં બે શ્વાનની પ્રણયકથા છે. દેવેન જયકુમાર એના લેખક અને દિગ્દર્શક છે. એમાં અભિનય સ્પેશિયલ ઇફેક્ટ્સથી બનાવેલાં નહીં પણ સાચુકલાં શ્વાનોએ કર્યો છે. વાર્તા એવી છે કે ટોમી નામનો શ્વાન એના પાડોશમાં રહેતી અમાલુ નામની શ્વાનના પ્રેમમાં પડે છે. વાત શ્વાનોની પણ ઘટનાઓ માણસોની પ્રેમકથાઓ જેવી છે. અમાલુનો માલિક પરિવાર બ્રાહ્મણ છે. ટોમીને લીધે અમાલુ ગર્ભવતી થઈ એ જાણીને બ્રાહ્મણ પરિવાર બેઉનાં લગ્નનો વિરોધ કરે છે. પછી ટોમી-અમાલુને પોતપોતાના ઘરમાં કેદ કરી દેવામાં આવે છે. બેઉ ઠરાવે છે ઘરથી નાસી જવાનું. પછી બીજા એક શ્વાનનું મસીહા તરીકે આગમન, અપહરણ અને… વાત મજાની છેને? વિવેચકોએ એને ખાસ વખાણી નહોતી પણ શ્વાનને સાંકળતી જુદા પ્રકારની ફિલ્મ તો એ છે જ. ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાતી આ ફિલ્મ સબટાઇટલ્સ સાથે જોઈને જાણો કે એ કેટલી હટ કે છે.

 

મસ્ત મેં રહને કાઃ જેકી શ્રોફ અને નીના ગુપ્તા સાથે અન્ય કલાકારોને ચમકાવતી આ ફિલ્મ આજે ઓટીટી પર આવી છે. લેખક-દિગ્દર્શક વિજય મોર્ય છે. ફિલ્મ સીધી ઓટીટી પર આવી હોવાથી એ કેવી છે એ જોઈને જાણી શકાશે.  બે પેઢી વચ્ચેનું અંતર અને મોટી ઉંમરે થતો પ્રેમ (કે પ્રેમને અપાતો સેકન્ડ ચાન્સ) ફિલ્મના વિષયના હાર્દમાં રહેલા મુદ્દા છે. બેકડ્રોપ મુંબઈનો છે. જેકી શ્રોફનું પાત્ર છે વી. એસ. કામતનું અને નીના ગુપ્તાનું છે પંજાબણ મિસીસ હાંડાનું. અન્ય કલાકારોમાં મોનિકા પનવર, અભિષેક ચૌહાણ, રાખી સાવંત, ફૈઝલ મલિક વગેરે છે. ટ્રેલર કંઈક જુદું જોવા મળશે એવી લાગણી કરાવે છે. પીઢ અને સારા કલાકારોની જોડીવાળી ફિલ્મ જોવા પહોંચી જાવ પ્રાઇમ વિડિયો પર.

 

ધૂમમઃ આ પણ એક મલયાલમ ફિલ્મ છે. એમાં ફહદ ફસીલ મુખ્ય પાત્રમાં છે. લેખક-દિગ્દર્શક પવન કુમાર છે. દક્ષિણના જાણીતા બેનર હોમ્બાલે ફિલ્મ્સે (કેજીએફ, કાંતારા ફિલ્મો આ બેનરની છે) એનું નિર્માણ કર્યું છે. હોમ્બાલેની આ પહેલી મલયાલમ ફિલ્મ છે. સાયકોલોજિકલ થ્રિલર આ ફિલ્મમાં વાત છે અવિનાશ નામના પ્રોફેશનલની છે જે જાણીતી સિગારેટ કંપનીનો માર્કેટિંગ હેડ છે. એ ઠરાવે છે કામ છોડવાનું. વાર્તામાં સમાંતર બે ટ્રેક્સ છે. ફહદ સાથે રોશન મેથ્યુ, અપર્ણા બાલામુરલી, અચ્યુત કુમાર, વિનિત જેવાં કલાકારો છે. રિલીઝ પહેલાં ગાજવા છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ હતી. વિવેચકોએ એને નબળી ઠરાવી હતી. ફિલ્મ જોવાનું એટલે વિચારવું કે સિગારેટ અને ટોબેકો કંપનીઓ લોકોને નશાઇત  રાખવા કેવાં કેવાં પ્રયોજનો કરે છે એ વાત એમાં છે. આ પ્રકારની ફિલ્મો ઓછી બનતી હોય છે. હોલિવુડમાં 1999માં ‘ધ ઇનસાઇડર’ નામની ફિલ્મ આવી હતી જેમાં આવો વિષય હતો. એમાં અલ પચીનો અને રસેલ ક્રોવ જેવા સ્ટાર્સ હતા. એ ફિલ્મ વિવેચકોએ વખાણી પણ ખાસ ચાલી નહોતી. ધૂમમ એપલ ટીવી પર જોઈને ઠરાવો કે એ કેવીક છે.

 

નવું શું છે?

 

  • સિતારાઓનાં સંતાનો સાથે અન્ય નવોદિત યુવા અભિનેતાઓનું જેમાં પદાર્પણ થશે એવી વેબ સિરીઝ છે ‘ધ આર્ચીઝ’. આ મ્યુઝિકલ શોમાં 1960ની દુનિયા તાદ્દશ થશે. ખુશી કપૂર, સુહાના ખાન, અગત્સ્ય નંદા સાથે એમાં મિહિર આહુજા, ડોટ, વેદાંગ રૈના અને યુવરાજ મેન્દા અભિનય મોરચે આગમન કરશે. નેટફ્લિક્સ પર આ સિરીઝ ગઈકાલથી સ્ટ્રીમ થવા માંડી છે.
  • કેનેડાથી પંજાબ આવતા યુવા રેપર-ગાયક કાલાની વાત લાવી છે સોની લિવ પર સ્ટ્રીમ થઈ રહેલી સિરીઝ ‘ચમક’. સિદ્ધાર્થ શૉ, સુવિન્દર વિકી, મુકેશ છાબરા, પરમવીર ચીમા, ગિપ્પી ગરેવાલ જેવા કલાકારો એમાં છે. પહેલી સિરીઝમાં કુલ છ એપિસોડ્સ છે.
  • અક્ષય કુમારને જેની ફાવટ છે એ પ્રકારની એટલે કે વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ ‘મિશન ‘રાણીગંજ’ ઓટીટી પર આવી છે. ઓક્ટોબરમાં એ રિલીઝ થયા પછી ચાલી નહોતી. પશ્ચિમ બંગાળમાં સ્થિત આસનસોલ અને દુર્ગાપુરમાં આવેલી કોલસાની ખાણમાં 1989માં એક દુર્ઘટના થઈ હતી. એ ફિલ્મના વિષયનું કેન્દ્ર છે. ફિલ્મ જોઈ શકાય છે નેટફ્લિક્સ પર.
  • ‘જોહરી’ નામની વેબ સિરીઝ એમએક્સ પ્લેયર પર આવી છે. એમાં નિશાંત સિંઘ મલકાની અને ચારુ અસોપા મુખ્ય પાત્રોમાં છે. દિગ્દર્શક પાર્થો મિત્રા છે. બેન્કમાં જે નાદાર નોંધાયો છે એવો એક જણ કેવી રીતે ડાયમંડ કિંગ બનવાની દિશામાં નીકળી પડે છે એ વાર્તા છે. સીઝન વનમાં પંદર એપિસોડ છે.

ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા.08 ડિસેમ્બર, 2023 પ્રસિદ્ધ થયેલો લેખ)

આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ

https://epaper.gujaratsamachar.com/chitralok/08-12-2023/6

 

Share:
Reading time: 1 min
Entertainment

વાઇરલ થયા તો વહાલા થયા

June 16, 2023 by egujarati No Comments

લોકો કેવા કેવી વિડિયોથી, કેવી કેવી કિસ્મતથી ઇન્ટરનેટ સ્ટાર બની શકે એનું કાંઈ કહેવાય નહીં. એમેઝોનથી એમએક્સ સૌ ફિલ્મો, વેબ સિરીઝ વચ્ચે ટૂંકા વિડિયોને સિરિયસલી લે છે. કારણ એટલું જ કે એની બજાર એવી ફાટી છે કે વાત ના પૂછો

 

મુંબઈની લોકલ ટ્રેન અને માણાવદરથી મહેસાણા જતી જીએસઆરટીસીની બસમાં સામ્યતા શી છે? બેઉમાં અઢળક પ્રવાસીઓ એમના મોબાઇલમાં જબ્બર ઓતપ્રોત હોય છે. બચ્ચા હો યા બુઢા. ભારતીયો રોજ સરેરાશ 38 મિનિટ જેટલો સમય રીલ્સ અને શોર્ટ્સ જોવામાં ખર્ચી રહ્યા છે. આવું હોય એટલે આવાં દ્રશ્યો સર્વત્ર હોય. નિષ્ણાતોની ધારણા મુજબ 2025 સુધીમાં 60 કરોડ ભારતીયો (સ્માર્ટફોન વાપરતા આપણામાંના 67% લોકો હોં) ટૂંકી અવધિના વિડિયોઝના પાક્કા અને પૂરેપૂરા એક્ટિવ યુઝર્સ થઈ જવાના છે. આમ તો આવું થવમાં બાકી પણ શું છે હવે? આટઆટલી પ્રચંડ સંખ્યામાં લોકો જે પ્રવૃત્તિમાં ડૂબે એના લીધે એ પ્રવૃત્તિ ગંજાવર વેપાર બની જાય. દર્શકોના આ વિડિયોપ્રેમને લીધે 2030 સુધીમાં આ ઉદ્યોગનું મૂલ્ય 19 બિલિયન અમેરિકન ડોલર આંબી જવાનું. આપણા ચલણમાં એ થાય આશરે 15,66,46,45,00,000 રૂપિયા. આ ઉદ્યોગને નામ મળ્યું છે ક્રિએટર્સ ઇકોનોમી.

કોઈક રાક્ષસની જેમ દિવસે ના વધે એટલો રાતે અને રાતે ના વધે એટલો દિવસે આ ઉદ્યોગ વિકસી રહ્યો છે. બોલે તો, ઓનલાઇન કમાવાની તકે સૌને બઘવાવી નાખ્યા છે. ચૌરે ને ચોટે એણે શોર્ટ્સ અને રીલ્સ બનાવનારા ઊભા કર્યા છે. એમાંના અમુક ઝાઝા નસીબવાળા છે. સાવ અનાયાસે એમના વિડિયોઝ ગામ, શહેર, રાજ્ય અને દેશની સરહદો આળંગીને અપરંપાર દર્શકો સુધી પહોંચી ગયા. અમુક એવા પણ છે જેમના વિડિયો બીજા કોઈકે અપલોડ કર્યા અને લાગી લોટરી. એકવાર લોટરી લાગી પછી સ્ટાર બનનારા સફાળા બેઠા થયા અને વિચારવા માંડ્યા, “લે! આ તો માળું મોઢું ખોલ્યું ને પતાસું પડ્યું. હવે કાંઈક કરવું પડશે.”

એ સાથે એમણે અથવા એમના લાગતાવળગતાઓએ આદરી મહેનત. લક્ષ્ય એક જઃ ઇન્ટરનેટ સેન્સેશન થનારને સ્ટાર બનાવો અને આવક ઊભી કરો. એનાં ઉદાહરણ આખી દુનિયામાં છે. અન્યથા જેમને કદાચ કોઈ ક્યારેય ઓળખતા ના હોત એવા આ નસીબના બળિયા સ્ટાર્સ વાઇરલ વિડિયોઝથી ધનાઢ્ય પણ થયા છે.

 

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

એગ્રિગેટર્સ એટલે એક પંથ અનેક કાજ

May 26, 2023 by egujarati No Comments

ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સમાં અકાઉન્ટ ખોલાવવું, પૈસા ભરવા, ટ્રેક રાખવો એના કરતાં એક અકાઉન્ટથી અનેક ઓટીટી પ્લેટફોર્મ્સ માણવાં વધારે માફક આવે. એગ્રિગેટર કંપનીઓ આ કામ કરે છે. એગ્રિગેટર્સની સેવા ઓટીટી વિશ્વનું ભવિષ્ય છે

 

હાથમાં રિમોટ હોય. ફુરસદ હોય. ઓટીટી જોવાની તાલાવેલી હોય. ત્યારે મૂંઝવણ એ થઈ શકે કે શું જોવું? સરેરાશ વ્યક્તિ શું જોવું એ નક્કી કરવામાં આશરે ખાસ્સો સમય કાઢી નાખે છે. બીજી મૂંઝવણ કે જે જોવું હોય એ કયા ઓટીટી પ્લેટફોર્મ પર છે. પછી એ પણ વિચારવાનું કે જોવું છે એ ફલાણા ઓટીટી પર છે તો ખરું પણ એ પ્લેટફોર્મનું સબસ્ક્રિપ્શન લીધું છે કે નહીં. નથી લીધું તો ભરો પૈસા, બનાવો અકાઉન્ટ, કરો મહેનત.

એક પછી એક નવાં ઓટીટી પ્લેટફોર્મ્સ આવી રહ્યાં છે ત્યારે યુઝર્સ માટે કેટલાં લવાજમ ભરવાં, કેટલાં ખાતાં મેનેજ કરવાં એ મોટી મુશ્કેલી છે. ઓટાટી પાછળ સામાન્ય માણસનો થઈ રહેલો ખર્ચ પણ વધવા માંડ્યો છે. વિવિધ પ્લેટફોર્મ્સ પર અકાઉન્ટ બનાવ્યા પછી એમનો ટ્રેક રેકોર્ડ રાખવો પણ કડાકૂૂટ છે. આ બધાંથી આપણને બચાવી શકે છે એગ્રિગેટરની સેવા.

એગ્રિગેટર એટલે એવું પ્લેટફોર્મ જે એક અકાઉન્ટમાં અનેક ઓટીટી સેવા પૂરી પાડે. ઘડીકમાં પ્રાઇમ વિડિયો, ઘડીકમાં નેટફ્લિક્સ, એમએક્સ પ્લેયર, ઘડીકમાં ઝીફાઇવ એમ ગોળગોળ ફરવાની ઝંઝટથી જે આપણને બચાવે. બસ એક પ્લેટફોર્મ, એક લવાજમ અને અનેક ચોઇસ. આવું કરવા એગ્રિગેટર વિવિધ ઓટીટી સાથે હાથ મિલાવીને એમની સેવા પોતાના પ્લેટફોર્મ પર મૂકી દે છે. પછી એ કાં તો પોતે સિંગલ લવાજમ લઈને એ ઓટીટી જોવાની સગવડ પૂરી પાડે, કાં પછી જે તે લવાજમ પોતાને ત્યાંથી સીધા ભરવાની સગવડ કરી આપે.

ઓટીટી પ્લેટફોર્મ અને એગ્રિગેટર વચ્ચેના કરારને લીધે યુઝરને ઘણા લાભ મળે છે. પહેલો લાભ, ઉપર જણાવ્યું તેમ, અનેક ખાતાં ખોલવાં અને મેનેજ કરવાની ઝંઝટમાંથી મળતી મુક્તિ છે. બીજો લાભ વિવિધ લવાજમ પાછળ એકંદરે થતા ખર્ચ કરતાં ઓછો ખર્ચ થવાની શક્યતા છે. એગ્રિગેટર કંપનીઓ રિડિસ્ટ્રિબ્યુટર તરીકે પણ ઓળખાય છે.

સરળ શબ્દોમાં સમજવા ઉદાહરણ – કિરાણાની નાનકડી દુકાન અને નવા જમાનાના સુપર સ્ટોરનું લઈએ. સુપર સ્ટોરમાં અનાજ-કરિયાણા ઉપરાંત અનેક ચીજો ખરીદી શકાય. એના માટે દુકાને દુકાને ફરવાની જરૂર રહેતી નથી. એગ્રિગેટર્સ ઓટીટીના સુપર સ્ટોર્સ છે એમ સમજી લો. તેઓ અનેક ઓટીટીને એક એપ કે પ્લેટફોર્મ પર લાવીને મૂકી દે છે. પછી એ બધાંનાં લવાજમ પોતાના પ્લેટફોર્મ પર ભરવાની સગવડ કરી આપે છે. એમાં ડિસ્કાઉન્ટ પણ લાવી આપે છે. ગ્રાહકને ખાતું બનાવ્યા પછી એક કે વધારે ઓટીટીના વપરાશમાં જો કોઈ અડચણ પડે તો એનું નિવારણ પણ એ શોધી આપે છે.

ઓટીટી પ્લેટફોર્મ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (હવે આ કમાલથી સૌ થોડેઘણે અંશે પરિચિત છે) થકી દર્શકની પસંદ કે નાપસંદની નાડ પારખતાં હોય છે. દર્શકે પહેલાં શું જોયું હતું એના આધારે એ એક યાદી બનાવીને એમને હવે શું જોઈ શકાય એની ભલામણ કરતાં હોય છે. કોમેડી જોનારને એ કોમેડીના અને થ્રિલર જોનારને થ્રિલરના વિકલ્પો દર્શાવે છે. એગ્રિગેટર પણ આ કામ કરે છે અને કદાચ વધારે સારી રીતે કરે છે. એગ્રિગેટર પાસે યુઝરે એક કરતાં વધારે ઓટીટી પર શું જોયું એનો ડેટા હોય છે. એના આધારે એ રિકમેન્ડેશન કે ભલામણ વધુ સારી રીતે કરી શકે છે.

તમે પૂછશો વિશ્વસનીય એગ્રિગેટર્સ કયા? જવાબમાં કહી શકાય કે ટોચની કંપનીઓમાંથી વિકલ્પ શોધો. એમેઝોનના પ્રાઇમ, એરટેલ, ટાટા પ્લે બિન્જ, જિયો વગેરે સહિતની જે કંપનીઓ પ્રસ્થાપિત છે એ આ મોરચે કાર્યરત છે. એમેઝોને આઠેક મહિના પહેલાં અન્ય ઓટીટી પ્લેટફોર્મ્સના કોન્ટેન્ટને પોતાના પ્લેટફોર્મ પર ઉપબલ્ધ કરાવવાની સેવા શરૂ કરી હતી. પ્રાઇમ વિડિયો એપથી સીધા અન્ય ઓટીટીમાં જવાની સગવડ એ પૂરી પાડે છે. અન્ય કોઈ ઓટીટીનું લવાજમ ભરવાનું હોય તો એ પણ સીધું ભરી શકાય છે. અમુકમાં ડિસ્કાઉન્ટ મળે છે. ટાટા પ્લે બિન્જમાં પણ અનેક ઓટીટી માણવાની વ્યવસ્થા છે. ગયા વરસે લૉન્ચ થયેલી એની સેવામાં એ સમયે 17  પ્લેટફોર્મ્સ હતા અને હવે 26 છે.

જિયો અને એરટેલ પણ એગ્રિગેટર છે. જેઓ પાસે એનું કનેક્શન હોય તેમને આ ચોઈસ મળે છે. જિયો સૌથી વધુ ટીવી ચેનલ્સ એક જ જગ્યાએ માણવાની ચોઇસ પણ ધરાવે છે. એરટેલ પણ એવી જ કામગીરી કરે છે. આ બેમાંથી કોઈ પણ કંપનીનું જેમનું અકાઉન્ટ હોય છે એમણે આ સેવા વાપરી હશે. બસ, કદાચ એ ખ્યાલ ના હોય કે એ શક્ય થાય છે એમની એગ્રિગેટર તરીકેની ભૂમિકાથી.

Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

ઓટીટી અને વિવાદો વચ્ચે યારાના છે

May 19, 2023 by egujarati No Comments

એક ફિલ્મ કે વેબ સિરીઝને સફળ થવાને ઘણાં પરિબળોનો સાથ મળતો હોય છે. એમાંનો એક છે વિવાદ કે હોબાળો. ક્યારેક એ આપોઆપ પ્રગટે છે તો ક્યારેક પેટ ચોળીને શૂળ ઊભું કરવામાં આવે છે

સામંતા રૂથ પ્રભુ એટલે ઓ અન્ટાવા (અરે ભાઈ, પુષ્પા… યાદ તો હશે જ) ગીતમાં ઝળકનારી અને ફેમિલી મેનમાં ચમકનારી અભિનેત્રી. એમની ઓક્ટોબરમાં રિલીઝ થનારી એક્શન થ્રિલર તેલુગુ ફિલ્મ યશોદા ઓટીટી પર આવી છે. એ ફિલ્મ પડદે આવી હતી ત્યારે એક હોસ્પિટલના સંચાલકોએ એની સામે કાયદાકીય કાર્યવાહી કરી હતી. સંચાલકોનો દાવો હતો કે ફિલ્મમાં એમની હોસ્પિટલને નકારાત્મક ચીતરવામાં આવી હતી. ઓટીટી પર ફિલ્મ આવી છે ત્યારે આ વિવાદ નવેસરથી ગાજ્યો નથી પણ, વિવાદને ક્રિએટિવિટી સાથે કાયમનો સંબંધ છે. યાદ છેને અહીં નોંધ લીધી હતી કે ફિલ્મી દુનિયામાં કાયદાકીય પળોજણો એટલી વધી છે કે હવે ફિલ્મ, વેબ સિરીઝ વગેરેના બજેટના દસ ટકા તો લીગલ બાબતોમાં સ્વાહા થઈ જાય છે.
મોટા પડદે રિલીઝ થતી ફિલ્મો અને ઓટીટી પર આવતા પ્રોગ્રામ્સ વચ્ચે નાનકડો ફરક છે. મોટા પડદે રિલીઝ થતા પહેલાં ફિલ્મ તો ઠીક, દસ સેકન્ડની જાહેરાતે પણ સેન્સરની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. પછી પણ ગેરન્ટી નથી કે વિવાદ નહીં થાય. ધ કેરાલા સ્ટોરીનો દાખલો લઈ લો. એ રીતે જ કાંતારાના વરાહરૂપમ ગીતનો દાખલો પણ ખરો. સીધા ઓટીટીએ પહોંચતા શો કે ફિલ્મે સેન્સરશિપ જોવી પડતી નથી. એમાં થાય એવું કે સર્જકોએ વાંધોવચકો ઉઠાવનારાની ખફગીનો ભોગ રિલીઝ પછી બનવાનો વારો આવે.
નો સેન્સરશિપ બેધારી તલવાર છે. સર્જક એની સમજણ અને મુનસફી પ્રમાણે આગળ વધતા હોય છે. વાંધો ઉઠાવનારા અને શોધનારા એમની રીતે. 2021માં આવેલી તાંડવ બનાવતી વખતે કદાચ મેકર્સને ખ્યાલ નહીં જ હોય કે આગળ કેવીક કસોટીઓ થવાની. કદાચ એટલે કે ઘણીવાર સર્જકોને વિવાદ થઈ શકવાની કલ્પના પણ હોય જ છે. અલી અબ્બાસ ઝફરની આ સિરીઝના પહેલા એપિસોડમાં સુજ્ઞોએ એવી વાતો શોધી કાઢી જે એમના મતે શાંતિનો ભંગ કરનારી હતી. સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર જેવાં કલાકારોવાળી સિરીઝ સામે એકથી વધુ પોલીસ ફરિયાદો નોંધાઈ હતી.
Continue reading
Share:
Reading time: 1 min
Entertainment

ઓટીટી પરની પારાવારિક મોજ

May 19, 2023 by egujarati No Comments
ઓટીટી પર ક્રાઇમ, સેક્સ અને વિદેશી કાર્યક્રમોની ભરમાર વચ્ચે સાવ એવું નથી કે ફેમિલી એન્ટરટેઇનમેન્ટ બિલકુલ મિસિંગ છે. અમુક શોઝ એવા છે ખરા જે ડ્રોઇંગ રૂમમાં સપરિવાર જોઈ શકાય. એવી સિરીઝ માણતી વખતે મનમાં કદાચ એમ પણ થશે કે આ હાળું ઓટીટીના અધિકારીઓને એમ કેમ સૂઝતું નથી કે આવા શોઝ વધુ બનવા જોઈએ?
  • ગુલ્લક
  •  હેપી ફેમિલીઃ કંડિશન્સ અપ્લાય
  • ધ આમ આદમી ફેમિલી
  • હોમ
ઓટીટીને મુખ્યત્વે પર્સનલ ટીવી જેવું છે. જેને જે મનમાં આવે એ જોવાની મુનસફી ઓટીટી આપે છે. દરેકના હાથમાં મોબાઇલ હોવાથી આ લક્ઝરી પોસિબલ થઈ છે. છતાં ક્યારેક એવું પણ હોય કે સપરિવાર કંઈક જોવું ગમે. આજે પણ ઘણા પરિવારો સાથે બેસીને કોઈક શો જોતા હોય છે અથવા જોવાની ઇચ્છા રાખતા હોય છે. મુશ્કેલી એ કે ઓટીટી પર ક્રાઇમ, સેક્સ અને રુચિથી થોડા ભિન્‍ન એવા વિદેશી શોઝનું આધિપત્ય છે. એવામાં પરિવાર સાથે શું જોવું એ નક્કી કરવા ક્યારેક માથું ખંજવાળવું પડે. એ કામ આસાન કરે એવી એક નાનકડી યાદી આજે જોઈએ.
‘પંચાયત’ વિશે આપણે પહેલાં વાત કરી ગયા છીએ. પ્રાઇમનો આ શો ખરેખર હટકે અને અસલ દેશી છે. એમાં લગભગ કશેય છીછરાપણું કે ગંદવાડ નથી. એક અંતરિયાળ ગામડામાં જેનું પોસ્ટિંગ થાય છે એવા શહેરી સાક્ષર અને ગ્રામજનો વચ્ચેની ઘટનાઓ આ શોને ડિફરન્ટ બનાવે છે. આ શો વિશે આટલું જ. હવે અન્ય શોઝની વાત.
‘ગુલ્લક’ ૨૦૧૯થી ઓટીટી પર છે. સોની લિવના આ શોની ત્રણ સીઝન આવી ચૂકી છે. મિશ્રા પરિવાર અને એમના જીવનમાં આકાર લેતી ઘટનાઓ એના કેન્દ્રસ્થાને છે. પહેલી સીઝન પછી બીજી સીઝનમાં એના અમુક કલાકારો બદલાયા હતા. હળવાફુલ હ્યુમર વચ્ચે, કોઈક મુદ્દાની આસપાસ એના એપિસોડ્સ ફરતા રહે છે. ત્રણેય સીઝનમાંથી જેની સૌથી વધુ સરાહના થઈ એ પહેલી સીઝન છે. ક્યારેક ટીવી પર આવતી એકદમ સરળ અને પોતીકી લાગતી સિરિયલ્સ જેવો આ વેબ સિરીઝનો મિજાજ છે. એ એની સફળતાનું મુખ્ય કારણ પણ છે. સાધારણ પરિવારમાં જેમ વાતનું વતેસર થાય, નાનકડી વાત ચિંતાનો વિષય બની જાય એવું બધું આ શોમાં થયે રાખે છે. પાંચ પાંચ એપિસોડ્સવાળી એની ત્રણ સીઝન સમય મળ્યે માણવા જેવી છે.
માર્ચમાં રિલીઝ થયેલી ‘હેપી ફેમિલીઃ કંડિશન્સ અપ્લાય’ આ વરસે આવેલી એક મજાની સિમ્પલ અને સુંદર વેબ સિરીઝ છે. ગુજરાતી ધોળકિયા પરિવાર એના કેન્દ્રસ્થાને છે. રત્ના પાઠક શાહ, રાજ બબ્બર, અતુલ કુલકર્ણી, આયેશા જુલકા જેવાં કલાકારોની હાજરીથી મજેદાર બની છે. પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ થતી આ સિરીઝ એના સર્જકો, આતિશ કાપડિયા અને જમનાદાસ મજિઠિયાની આ પ્રકારના શો પરની પકડને લીધે ધ્યાન ખેંચનારો બન્યો છે. ‘ખીચડી’, ‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ જેવા એમના શોની દિશામાં આગળ વધતો આ શો મન પ્રફુલ્લિત કરે છે. ધોળકિયા પરિવારમાં પણ પેલા શોઝ જેવાં પાત્રો અને સમસ્યાઓ છે.
Continue reading
Share:
Reading time: 1 min
Page 7 of 9« First...«6789»

About Me

image Hello. I am Sanjay V. Shah. I live in Mumbai, India. I am a journalist and an author since 1995. I have been associated with leading Gujarati and English publications since the very beginning of my career. Here, I will share my articles with you on varied subjects. Read, enjoy, and do leave your feedback. Thanks!

Socialize with me

Popular Posts

નાથદ્વારા બદલાઈ રહ્યું છે

November 20, 2022

વેલકમ 2023 આ વર્ષે ઓટીટી પર શું જોશો?

January 6, 2023
વારાણસી ડાયરી – ભાગ 01

વારાણસી ડાયરી – ભાગ 01

November 3, 2022

Categories

  • Editor's choice
  • Entertainment
  • Lifestyle
  • Literature
  • Rankaar
  • Travel
  • Uncategorized

Search

Recent Posts

કાપરનોમઃ સિનેમેટિક માસ્ટરપીસ

કાપરનોમઃ સિનેમેટિક માસ્ટરપીસ

May 12, 2025
હીરાની ચોરી અને ફિલ્મી કીડો

હીરાની ચોરી અને ફિલ્મી કીડો

May 2, 2025
This error message is only visible to WordPress admins

Error: No feed found.

Please go to the Instagram Feed settings page to create a feed.

© 2022 copyright Sanjay V Shah // All rights reserved
Designed by Mangrol Multimedia Ltd.